Organ donation and transplantation

KonectHealth Team
perm_contact_calendar 3 hours ago
visibility 393 Views
thumb_up 1 Likes
 
organ donation
transplantation
અંગ દાન
DONOR
બ્રેઈનડેડ
Brain Death
transplantation of Human Organ Act

Organ donation and transplantation is one of the most remarkable success stories of this century. Besides eyes and kidneys it is also possible to transplant other organs like heart, lungs, liver, and pancreas. Other tissues like skin, bone, cartilage, veins, arteries, heart valves can also be transplanted. To make all these transplants possible in India and thus alleviate the suffering of many patients, the Government of India in 1994 passed an Act called “Transplantation of Human Organs Act”.

અંગ દાન અને પ્રત્યારોપણ આ સદીની સૌથી નોંધપાત્ર સફળ ગાથાઓમાંની એક છે. આંખ અને કિડનીના પ્રત્યારોપણ ઉપરાંત, હ્રદય, ફેફસાં, યકૃત અને સ્વાદુપિંડ જેવા અન્ય અવયવોનું પણ પ્રતાયારોપણ શક્ય છે. ત્વચા, હાડકાં, કાર્ટીલેજ, શિરા, ધમની, હૃદયના વાલ્વ વગેરેનું પણ પ્રત્યારોપણ કરી શકાય છે. આ બધા પ્રત્યારોપણ ભારતમાં શક્ય બનાવવા અને ઘણા દર્દીઓના દુઃખના શમન માટે ભારત સરકારે વર્ષ ૧૯૯૪માં ‘ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન્સ એક્ટ’ મંજુર કર્યો.

What is an Organ donation?

Organ donation is the gift of an organ to a person who needs a transplant. It’s a procedure in which a healthy organ is taken from an individual who is declared “brain dead” and transplanted into a person whose own organ is not functioning properly. Donated organs give the opportunity of a longer and better quality of life.

અંગ દાન શું છે?

અંગ દાન અર્થાત એવી વ્યક્તિને અંગનું દાન કે જેને અંગના પ્રત્યારોપણની જરૂર છે. આ પ્રક્રિયામાં ‘બ્રેઈનડેડ’ જાહેર કરાયેલી વ્યક્તિમાંથી સ્વસ્થ અંગ મેળવી એવી વ્યક્તિમાં પ્રત્યારોપિત કરવામાં આવે કે જેનું એ ચોક્કસ અંગ યોગ્યરીતે કાર્ય નથી કરતુ. દાન કરાયેલા અંગને કારણે ગ્રહણ કરાયેલી વ્યક્તિને લાંબા અને સારા જીવન જીવવાની તક મળે છે.

Who can be a DONOR?

Any man or woman of any race, religion or age can donate his or her organs. A transplant team will judge the medicine stability of donated organs when the time comes to use them. Taking our organs is dignified procedure, it does not disfigure the body and does not interfere in anyway in final rites.

દાતા કોણ બની શકે છે?

કોઈપણ જાતી, ધર્મ કે વયના સ્ત્રી કે પુરુષ તેમના અંગોનું દાન કરી શકે છે. દાન કરાયેલા અંગના ઉપયોગના સમયે પ્રત્યારોપણની પ્રક્રિયા કરનાર ટીમ દાન કરાયેલા અંગની સ્થિરતા અંગે નિર્ણય લે છે. અંગદાન એક ઉમદા કાર્ય છે અને તે શરીરને બેડોળ નથી બનાવતું કે અંતિમવિધિ માટે બાધારૂપ બનતું નથી.

Can People Buy or Sell ORGANS?

No, the “Transplantation of Human Organ Act” prohibits any commercial dealings in organs and makes this a punishable offence.

શું લોકો અંગો ખરીદી કે વેચી શકે છે?

ના, ‘ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન્સ એક્ટ’ હેઠળ અંગના કોઈપણ વેપારી સોદાનો નિષેધ છે અને તેને એક સજાપાત્ર ગુનો બનાવે છે.

Does Organ – Donation leave the body disfigured?

No, the recovery of organ is carried out by well-trained surgeons with the greatest care and does not disfigured the body or change the way it looks.

શું અંગદાન ને કારણે શરીર બેડોળ બની જાય છે?

ના, ટ્રાન્સપ્લાન્ટેશન તાલીમબદ્ધ સર્જન્સ દ્વારા પુરેપુરી સંભાળ રાખીને કરવામાં આવે છે અને શરીર બેડોળ નથી બનતું કે તેના દેખાવમાં કોઈ ફેરફાર થતો નથી.

Are there any Religious Objections to Organ Donation?

Most of the religious groups support the concept of organ donation. However if you have any doubt you can discuss it with your spiritual or religious leader.

અંગદાન માટે કોઈપણ ધાર્મિક વાંધા છે?

મોટાભાગના ધાર્મિક જૂથ અંગદાનને ટેકો આપે છે. છતાં પણ જો આપને સંદેહ હોય તો આપ આપના આધ્યામિક કે ધાર્મિક ગુરુ સાથે ચર્ચા કરી શકો છો.

Can one Donate Organs anytime after their Death?

No. The person has to be brain dead and should be in an ICU-on ventilator support with stable hemodynamic conditions. Brain death is the death that results from total, irreversible loss of all brain functions, due to a severe head injury, illness or disease. A person’s heart will still beat for a period of time after they become “brain dead”.

શું મૃત્યુ થયાના કોઈપણ સમય બાદ અંગદાન કરી શકાય છે?

ના. વ્યક્તિ ‘બ્રેઈનડેડ’જાહેર થયેલી હોવી જોઈએ અને ICU માં વેન્ટીલેટરના સપોર્ટ સાથે સ્ટેબલ હિમોડાયનેમીક સ્થિતિમાં હોવી જોઈએ. બ્રેઈન ડેડ એટલે માથામાં ગંભીર ઈજા, માંદગી કે રોગને કારણે સંપૂર્ણ, મગજના તમામ કાર્યોને અફર નુકશાન. ‘બ્રેઈનડેડ’ બાદ વ્યક્તિનું હ્રદય થોડોક સમય ધબકતું રહેશે.

Who will receive my Organs?

Your organs will be transplanted into those patients who need them urgently. Recipient selection is based on medical criteria like blood group, result of cross matching and body size. Social and financial status are never a criteria in selecting recipients.

મારા અંગો કોને મળશે?

જે દર્દીઓને અંગના પ્રત્યારોપણની તાત્કાલિક ધોરણે જરૂર હશે તેવા દર્દીઓમાં આપના અંગનું પ્રત્યારોપણ કરવામાં આવશે. રક્તનું જૂથ, ક્રોસ મેચિંગનું પરિણામ અને શરીરનું માપ જેવા તબીબી માપ દંડને આધારે પ્રત્યારોપણ કરવામાં આવનાર વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. સામાજિક અને આર્થિક મોભો પસંદગી પ્રક્રિયામાં માપદંડનો આધાર નથી.

How does Brain Death occur?

Brain death usually results from a severe brain injury or brain haemorrhage which causes all the brain activity to stop. This can happen after a major road accident or bleeding in the brain due to stroke.

બ્રેઈનડેડ (મગજનું મૃત્યુ) કેવી રીતે થાય છે?

મગજનું મૃત્યુ સામાન્ય રીતે મગજની ગંભીર ઈજા કે બ્રેઈન હેમરેજ ને કારણે થાય છે જેના પરિણામે મગજની તમામ ક્રિયાઓ અટકી જાય છે. ગંભીર માર્ગ અકસ્માત કે સ્ટ્રોકને કારણે રક્તસ્ત્રાવ થવાથી થઇ શકે છે.

What is Brain Death?

For generations, the definition and diagnosis of death were straight forward; when the heart stopped beating and breathing ceased, person was declared dead. With advancement in medical technology many of them could be kept alive by a artificially sustaining heart beats or maintaining breathing with respirator although brain is not passing the command to keep body alive. This resulted in a new universally accepted medico legal definition of ‘Brain Death’ which is irreversible cessation of all the functions of the brain including capacity for consciousness and ability to breath. Such a brain dead person can donate his/her organs.

બ્રેઈન ડેથ શું છે?

શતકોથી મૃત્યુની પરિભાષા સરળ હતી, જયારે પણ હૃદય ધબકતું બંધ થાય અને શ્વાસ અટકી જાય ત્યારે વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવતી હતી. તબીબી ટેક્નોલોજીમાં ઉન્નતી સાથે આવી ઘણી વ્યક્તિઓમાં, મગજ શરીરને જીવંત રાખવાના સૂચનો આપતું ના હોય તેમ છતાં, હૃદયને કૃત્રિમ રીતે ધબકતું અથવા રેસ્પીરેટર દ્વારા શ્વાસોચ્છવાસ ચાલુ રાખી શકાય છે, આના પરિણામે ‘બ્રેઇનડેડ’ની વૈશ્વિકસ્તરે નવી મેડીકોલીગલ પરિભાષા બની. સભાનતા અને શ્વસનક્રિયા સહિતના મગજના કાર્યો અફર રીતે અટકી જાય તેને ‘બ્રેઈનડેડ’ કહેવામાં આવે છે. આવી બ્રેઈનડેડ વ્યક્તિ તેમના અંગોનું દાન કરી શકે છે.