તલનું કચરિયુ (Sesame Kachariyu)

Smruti Shah
perm_contact_calendar 3 hours ago
visibility 422 Views
thumb_up 0 Likes
 
તલનું કચરિયુ
કાળા/સફેદ તલ
વસાણું
કેલશ્યમ
આયર્ન
મેગ્નેશ્યમ
રોગ પ્રતિકારક શક્તિ
Sesame Kachariyu

તલનું કચરિયુ :

સામગ્રી

ધી -2 ચમચી

ગોળ- 1/2 વાટકી

કાળા/સફેદ તલ -1 વાટકી

ખજૂર – 5 , 6

1 ચમચી સૂંઠ

1 ચમચી ગંઠોડા પાવડર

1 ચમચી મગજતરી ના બી

1 ચમચી ખસખસ

2 ચમચી સૂકા કોપરાનું છીણ

2 ચમચી સૂકામેવાનો પાવડર (બદામ, કાજુ, અખરોટ, પીસ્તા)


રીત

એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરી તેમાં 1/2 વાટકી ગોળ ઉમેરી શેકી લો . ગોળ ઓગળે એટલો જ ગરમ કરો ગેસ બંધ કરી દો. હવે એમાં 1 વાટકી અધકચરા પીસેલા કાળા/સફેદ તલ ઉમેરો. ત્યારબાદ તેમાં 5-6 ખજૂરના ઝીણા ટૂકડા નાંખો અને 1 ચમચી સૂંઠ, 1 ચમચી ગંઠોડા પાવડર, 1 ચમચી મગજતરી ના બી, 1 ચમચી ખસખસ, 2 ચમચી સૂકા કોપરાનું છીણ, 2 ચમચી સૂકામેવાનો પાવડર ઉમેરી મિક્સ કરો. ગેસ ચાલુ કરો અને થોડી વાર શેકી લો. હવે થાળી મા ઠારી દો. ઉપરથી મગજતરી, ખસખસથી સજાવી લો.


નોધ : આ કચરિયું શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ , આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી માત્રા માં હોય છે.