તકમરીયા - Best in Summer

Smruti Shah
perm_contact_calendar 12 hours ago
visibility 1415 Views
thumb_up 1 Likes
 
તકમરીયા
ચિયા બીજ
ફાલુદા

તકમરીયા

તકમરિયાં એ તુલસીના કૂળની જ વનસ્પતિ Ocimum basilicum (pilosum), ડમરો કે ડમરાની જ એક જાત એવી વનસ્પતિના બીજ છે. અંગ્રેજી ભાષામાં તેને બેસિલ/બાસિલ/બાઝિલ (Basil) કહેવામાં આવે છે. ઠંડક આપતા પીણા ફાલુદાનો તે અગત્યનો ઘટક છે.

ચિયા બીજને તકમરિયાં કહેવાય છે. ફાલૂદામાં જે કાળા બીજ નાખવામાં આવે છે એ જ ચિયા બીજ છે. તેને પાણીમાં નાખવાથી તે ફૂલી જાય છે અને ચિકણાં થઈ જાય છે. તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચિયા બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. ચિયા બીજ એન્ટીએજિંગ માટે ઉપયોગી છે. કેન્સર સામે રક્ષણ કરે છે. તેમાં રહેલાં કેલ્શિયમ, મેગનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હાડકાં મજબૂત કરે છે. એમાંથી પાલક કરતાં પણ વધુ આયર્ન અને સંતરા કરતાં પણ વધુ વિટામિન સી મળે છે. તે ગ્લુટેન-ફ્રી છે જેથી ડાઈજેશન માટે બેસ્ટ છે.

કઈ રીતે ખાવાં?

આ બીજ હમેશાં દૂધ અથવા પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ. વેજિટેબલ જયૂસ અને લીંબુ પાણીમાં નાખીને પણ લઈ શકો છો.

• ઉનાળામા ખાસ વાપરો તકમરીયા કારણકે તકમરીયામાં સારા પ્રમાણમાત્ર ઓમેગા-૩ ફેટી તત્વ રહેલ છે. જે મગજ ને તેજ બનાવે છે

•તકમરીયામા કેલ્સીયમ , મેગ્નેશીયમ, પ્રોટીન, અને ફોસ્ફરસ રહેલ છે, જે હાડકાઓને મજબુત બનાવે છે તેમજ ઓસ્ટીયોપોરોસીસ સામે રક્ષે છે. 

                                                                                                    Courtesy  : wikipedia