ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીયા(OSA) - નિદાન અને સારવાર

Dr. Shaishav Sakhidas MS
perm_contact_calendar 8 months ago
Public
visibility 392 Views
thumb_up 121 Likes
 
ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીયા
OSA
treatment
નિદાન અને સારવાર

Part -2 

ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીયાનું નિદાન કેવી રીતે થઇ શકે ?

સામાન્ય રીતે સ્લીપ એપ્નીયાનું નિદાન તબીબી રીતે થઇ શકે છે પરંતુ તેનું સચોટ નિદાન કરવા માટે રાત્રી દરમિયાન સ્લીપ સ્ટડી કરવામાં આવે છે. જેને પોલિસોમ્નોગ્રાફી કહે છે. સ્લીપ સ્ટડીમાં આખી રાત ઊંઘ દરમિયાન વ્યક્તિના અલગ અલગ અવયવોમાં થતાં પરિવર્તનો, ઓક્સિજનનું પ્રમાણ, હૃદયના ધબકારા નોંધવામાં આવે છે.

સ્લીપ સ્ટડીથી વ્યક્તિના નસકોરા કેટલાં બોલે છે, શ્વસનમાર્ગ કેટલી વખત રોકાય છે કેટલી વખત શ્વસનમાર્ગ સંપૂર્ણપણે બંધ રહે છે એની ચકાસણી થાય છે.

સ્લીપ એન્ડોસ્કોપી

ઊંઘ દરમિયાન શ્વસનમાર્ગમાં કઈ જગ્યાએ વધુ અવરોધ છે તેનું નિદાન સ્લીપ એન્ડોસ્કોપીથી કરવામાં આવે છે.

ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીયાની સારવાર

સ્લીપ એપ્નીયાનું સારવાર માટેના ઘણાં બધા વિકલ્પો છે જેમ કે

(૧) વજન ઘટાડવું.

(૨) દારૂનું સેવન ન કરવું.

(૩) ઊંઘની દવાનું સેવન ન કરવું.

Continuous Positive Airway Pressure (CPAP) થેરાપી

જેમાં રાત્રી દરમિયાન મશીન દ્વારા શ્વસનમાર્ગના અવરોધને રોકવામાં આવે છે (CPAP) થેરાપી સરળ અને જોખમરહિત છે.

CPAP ના ગેરફાયદા – તકલીફ

મુસાફરી દરમિયાન સતત સાથે રાખવું મુંઝવણભર્યું છે.

નાકની, મોઢાની ચામડી સુકાઈ જવી અને ચામડીને લગતી તકલીફ થવી.

આનાથી સંપૂર્ણપણે કાયમ માટે રાહત મળતી નથી.

મશીનનો ઉપયોગ બંધ કરવાથી (OSA) ની તકલીફ ફરી શરૂ થાય છે.

ઓપરેશન દ્વારા સારવાર

વિવિધ સ્લીપ એપ્નીયાની સર્જરી દ્વારા કાયમ માટે નસકોરા તથા સ્લીપ એપ્નીયાની સારવાર કરવામાં આવે છે.

OSA ના ઓપરેશનનો મુખ્ય હેતુ શ્વસનમાર્ગમાં થતાં અવરોધને ઓછો કરવા અથવા અટકાવવા માટેનો છે. મુખ્યત્વે નાક, તાળવા તથા જીભ ઉપર વિવિધ પ્રકારના નાના નાના અથવા મોટા ઓપરેશન કરવામાં આવે છે.

નાકની સર્જરી

- Septoplasty (નાકના ત્રાંસા પડદાનું ઓપરેશન)

- નાકમાં મસા (Nasal Polyps) માટેનું ઓપરેશન

- Adenoids (નાકની પાછળ થતાં મસા ખાસ કરીને નાની ઉમરમાં)

તાળવાના ઓપરેશન

વિવિધ પ્રકારના તાળવાના ઓપરેશનો જેમ કે

Striping of palatal mucosa.

Palatal channeling

Uvalectomy

Uvpp

z Palatopharyngoplasty

Modifie

z Palatopharyngoplasty

દ્વારા તાળવાના શ્વસનમાર્ગના અવરોધને દૂર કરવામાં આવે છે.

જીભ (Tongue) સર્જરી

- Tongue Base Reduction

- Tongue Base Channeling

આ વિવિધ ઓપરેશન લેસર / રેડિયોફ્રેકવન્સી / કોબ્લેશન એમ અલગ અલગ પદ્ધતિઓથી કરવામાં આવે છે અને ખૂબ જ સારા પરિણામ મેળવાય છે.