કોરોનરી ધમનીના રોગ - એન્જાઈના તથા કારણો

Dr. Kamlesh Shah MD
perm_contact_calendar 8 months ago
Public
visibility 465 Views
thumb_up 94 Likes
 
કોરોનરી ધમનીના રોગ - એન્જાઈના તથા કારણો
ischemic heart disease
heart attack
cad
coronary artery disease

કોરોનરી ધમની ની દિવાલમાં અંદરનું પડ અંતઃ ત્વચા અને ત્યારબાદ તેની દીવાલ હોય છે. હવે ચરબીના થર અંત ત્વચામાં જમવાથી ધમનીનું પોલાણ સાંકડું બને - ધીમે ધીમે તેમાં સંપુણઁ અવરોધ પેદા થાય છે ત્યારે હૃદય સ્નાયુઓને મળતા લોહીના પુરવઠામાં ઘટાડો થાય છે. આને CAD કોરોનરી આર્ટરી ડિસીઝ અથવા IHD તરીકે ઓળખવામાં આવે છે. 


(ischemic heart disease) હૃદય ધમનીની દિવાલની અંતઃત્વચામાં ચરબીના થર જમવાની પ્રક્રિયા જન્મથી જ શરૂ થઇ જાય છે. જેમ જેમ ચરબીના થર વધતા જાય છે. તેમ તેમ ધમનીની દીવાલની સ્થિતિસ્થાપકતા ઘટતી જાય છે અને બરડ બનતી જાય છે આથી શુધ્ધ લોહીનું વહન કરવાની તેની ક્ષમતા ઘટે છે. આરામની પળો માં વ્યક્તિને તેનો ખ્યાલ આવતો નથી પરંતું શારીરિક શ્રમ, માનસિક તાણ કે એકાએક પેદા થયા લાગણીના ઉભરા પ્રસંગે હૃદય સ્નાયુને પ્રાણવાયુ - oxygen 02 - વધારે જરૂર પડે છે. આ મળતો નથી એટલે દર્દીને એકાએક છાતીમાં દુઃખાવો ઉપડે છે. જેને હૃદયશૂળ (એન્જાઈ ના) ANGINA તરીકે ઓળખવામાં આવે છે. ચરબીના ના થર જમવાની સાંકળી બનેલી હૃદય ધમનીના પોલાણમાંથી જ્યારે ઈંજા થતી રહે છે (UI - ceration) આવી સુક્ષમ ઈંજા થવાનાં કેટલાંક સમજી શકાય તેવા પણ કારણો છે આ પ્રકારની ઇજા જે તે સ્થળે લોહીનો ગઠ્ઠો પેદા કરે છે.જ્યાં ત્રાકકણો જમા થાય છે. આથી ધમની વધારે સાંકળી થતી જાય છે. લોહીના પ્રવાહમાં તેમાંથી કોઈ નાની ગાંઠ સાવ છૂટી પડી શકે છે. જે લોહીના પ્રવાહ સાથે ફરતી ફરતી નાના કદની ધમની (કોરોનરી) માં આવીને ભરાઈ પડે છે. આના થી લોહીના પરિભ્રમણમાં સપુણઁ અવરોધ પેદા થાય છે.આનાથી હૃદયના સ્નાયુના એટલા ભાગને મળતો લોહીનો પુરવઠો તદ્દન અટકી પડે છે. આથી જે તે ભાગનો હૃદયનો સ્નાયુ પ્રાણવાયુના અભાવે મૃત્યુ પામે છે. જેને હૃદયનો હુમલો/હાર્ટઅટેક કહેવાય છે. બીજા કારણોમાં જે તે જગ્યાએથી ગાંઠ છૂટી પડવાની જગ્યાએ ત્યાંજ ત્રાકકણો ભેગા થઈને લોહીનો નરમ ગઠ્ઠો બનાવે છે અને લોહીનો પ્રવાહ અવરોધી શકે છે.

હૃદય શૂળ - એન્જાઇના :- હૃદયના સ્નાયુને મળતા પ્રાણવાયુના પુરવઠામાં જયારે તંગી ઉભી થાય ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડે - જેને એન્જાઇના કહેવામાં આવે છે. મોટા ભાગના દર્દીઓને નીચેના લક્ષણોનો અનુભવ થાય છે.

1. છાતીના વચ્ચેના ભાગમાં એકાએક દબાણનો અનુભવ થયો, બળતરા કે સોય ભોકાંતી હોય તેવો દુ:ખાવો થવો.

2.આ દુઃખાવો ગરદન, નીચલા જડબા, દાંત ગળા ખભા કે ડાબા હાથ તરફ પ્રસરવો.

3. પીઠના ભાગે - ખાસ કરીને વચ્ચેનાં ભાગમાં ભાર કે દુઃખાવો.

4.અચાનક શ્વાશ ચઢવો

5. એકાએક અશક્તિ, નબળાઈ આવવી,

6. ચક્કર આવવા

7. ખુબ ગેસ, એસીડીટી જેવું લાગવું, પરસેવો થવો.

તમામ દર્દીઓમાં એક સરખા ચિન્હો જોવા મળતા નથી ઉપર જણાંવેલમાંથી એક કે વધારે ચિન્હો જોવા મળે છે.

કારણ :- ઍથિરોસ્કેલોરોસીસ ની પ્રક્રિયાને કારણે હૃદય ધમનીઓ સાંકળી બની હોવા છતાં આરમ સમયે વ્યક્તિના હૃદયના સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં લોહી મળતું રહે છે. પરંતુ શારીરિક શ્રમ વખતે, સ્ટ્રૅસ સમયે,

લાગણીઓમાં ઉભરો આવે ત્યારે, ભારે ભોજન પછી, ઠડાં હવામાન સમયે લોહીને વધારાના લોહીની જરૂર પડે છે. એથેરોસ્કેલોરોસીસને લીધે હૃદય ધમની (કોરોનરી) હદયના સ્નાયુને લોહીનો વધારાનો જથ્થો પૂરો પાડવામાં નિષ્ફ્ળ નીવડે છે. આથી દર્દીને છાતીમાં એકાએક દુઃખાવો એન્જાઈ ના થાય છે.


ઉપાય :- નાઇટ્રોગ્લિસરીનની ગોળી Isodril (5) જીભ નીચે મુક્વાથી દુઃખાવામાં તુરંત રાહત થઇ જાય છે. ત્યારબાદ હૃદયરોગ નિષ્ણાત પાસે વિગતવાર તપાસ કરાવી કારણો શોધવા જોઈએ.