Safe Motherhood

Dr. Bhairavi Parikh BHMS, CFN,MHA
perm_contact_calendar 1 month ago
Public
visibility 279 Views
thumb_up 150 Likes
 
national safe mother day
safe motherhood
mother
સલામત માતૃત્વ

સલામત માતૃત્વ

'માતૃત્વ' શબ્દ જ વગર વ્યાખ્યા એ મોટું વર્ણન છે. મહાનતા ને બિરદાવવા 'માતા' શબ્દ નો પ્રયોગ એ આપણી સંસ્કૃતી છે, જેમ કે આપણો મહાન દેશ- 'ભારત માતા' , આપણું પવિત્ર પ્રાણી ગાય- ' ગૌ માતા' વગેરે.

માતૃત્વ ની શરૂઆત એક દીકરી ના જન્મ થી જ શરુ થાય છે. આજ ની દીકરી જ કાલે મોટી થયી ને માતા બનાવની છે અને માનવજાત ની ઉત્પત્તિ નો ક્રમ આગળ વધારવાની છે. માટેજ સલામત માતૃત્વ નો મૂળ આધાર 'બેટી બચાવો'થી થાય છે. દીકરી જેમ જેમ મોટી થાય છે તેમ તેના માં આવતા હોર્મોનલ ફેરફાર ના કારણે તેના સ્વભાવ અને વર્તન માં અનેક બદલાવ આવે છે અને એ દરમિયાન તેને કુટુંબ અને સમાજ તરફ થી માનસિક, શારીરિક, સામાજિક વગેરે દરેક પ્રકાર ના સહારા અને સ્વીકૃતિ ની જરૂર હોય છે. એક બાળકી જયારે કિશોરાવસ્થા માં પ્રવેશે (જયારે ઋતુ ચક્ર કાળ શરુ થાય છે) ત્યારે સમાજ તરફ થી સલામતી એ આપણી ફરજ બને છે, પરણી ને પત્ની બની ને સાસરે જાય ત્યારે નવા કુટુંબ ની સ્વીકૃતિ ની ભાવના એને સલામતી બક્ષે છે , માતા બને ત્યારે કુટુંબ નો સહારો અને ખાસ તો રજો નિવૃત્તિ (મેનોપોઝ) ના સમયે જયારે હોર્મોનલ ફેરફાર ને કારણે આવતો ગુસ્સો અને એકલતા ની લાગણી માં પતિ, બાળકો અને કુટુંબ નો સહારો એને સાલામતી બક્ષે છે.

એક સ્ત્રી ને તેના જીવન કાળ ના દરેક તબક્કે અપાતી આ સલામતી એટલે ' સલામત માતૃત્વ'.

'Safe Motherhood' means 'safe society' and 'Safe humankind'.

Dr Bhairavi J Parikh

(Consultant Homeopath)