માથાનો દુખાવો

Dr. Kamlesh Shah MD
perm_contact_calendar 11 months ago
Public
visibility 1847 Views
thumb_up 194 Likes
 
માથાનો દુખાવો
headache
migraine
sinus
stress
cluster headache

માથાની કોઈપણ જગ્યાએ પેઈનફુલ સેન્સેશન થાય જે સામાન્ય થી શાર્પ દુખાવો હોઈ શકે જેની સાથે કદાચ બીજા લક્ષણો પણ હોય.

માથાના દુઃખાવાના કારણો :-

(1) ટેંશન - stress 

(2) માઇગ્રેઇન - આધાશીશી 

(3) સાયનસ - સાઇનુંસાઇટિસ 

(4) ગરદનથી ઉપરના ભાગનો દુખાવો (occibital) 

(5) મગજના/શરીરના રોગો 

(6)ક્લસ્ટર દુખાવો

માથાનો દુખાવો થાય ત્યારે શું થાય?

માથાની ખોપડીમાં થતું પેઈન ખરેખર - મગજમાંથી (દુખાવો) નથી આવતો. મગજ દુઃખાવો ફીલ કરતું નથી - ઉપર જણાવેલા માથાના દુઃખાવા ચેતાતંત્ર , લોહીની નસો અને સ્નાયુઓ સાથે જોડાયેલા છે. જેની ઓવર એક્ટિવિટી અને આ બધામાં કેમિકલ ફેરફારો થવાથી માથું દુખે છે કેટલાક જિન સાથે જોડાયેલા છે દા.ત.Migraine.

હવે માથાના દુઃખાવાના કારણો લઈએ :-

(1) ટેનશન, સ્ટ્રેસ એકબીજા સાથે જોડાયેલા છે ટેંશન ઉભા થવાના કૌટુંબિક , આર્થિક, વ્યક્તિગત કારણો હોઈ શકે છે. આ પ્રકારના દુખાવા સાથે, ઉંઘ ન આવવી, માથું ભારે લાગવું , (24કલાક) રડવું આવવું, મજા ના આવવી, કોઈ બોલે તો ગમે નહીં, મરવાના વિચારો, સવારે નહાવાનું મન ના થાય, ઉઘસીનતા કોઈ કામમાં રસ ના પડે, ચીડિયા પણું આવી જાય આનંદ શબ્દ જિંદગીમાંથી જતો રહ્યો હોય તેવું લાગે, એકલા રહેવાનું, પડી રહેવાનું ગમે - આ પ્રકારનો દુખાવો માનસિક ડિપ્રેશનનો એક ભાગ થઇ જાય છે પરીક્ષા ઓ આવવી, નોકરીની ચિંતા, નોકરીમાં અધિકારી સામે દબાણ, ધધામાં બરકત ન આવવી વિગેરે.

સારવાર :-મનોચિકિત્સક તરીકે સારા ફીજીશીયન તરીકે આ દુખાવાને ઓળખવો જરૂરી છે માત્ર દુખાવાની ગોળીઓ જે દરદી ઘણા વખત લે છે આરામ થતો નથી એટલે તેની સાથે વાતચીત, સાથી સમજણ નકારાત્મક વરણ માંથી બહાર લાવવો એ મુખ્ય છે. આ સાથે મગજમાં serotnin નું લેવલ વધે, સારી ઉંઘ આવે, થોડા દિવસ શરીરમાં દુખાવા જાય ચિંતાઓ ઘટે તેવી દવાઓ લેવામાં ભણાવવા પડે. ટેંશનના કારણો જાય ત્યારે દવાઓ બંધ થઇ જાય એ ગળે ઉતારવું પડે.

(2) Migraine - આધાશીશી - અચાનક જુવાન ઉંમરે સ્ત્રીઓમાં વધારે જોવા મળતો આ દુખાવો - મગજની મૉટે ભાગે એક બાજુ ન સહન થાય તેવો આખોમાથી પાણી ઉપકા ઉલ્ટી સાથે આવે છે, વારસાગત હોઈ શકે આ દુઃખાવા ના દુશમનો કે દુખાવો ઉત્પન્ન કરનાર કારણો। ...

ઉજાગરો,ચિંતા, ભયજનક સમાચાર, અતિશય તાપ, એ.સી., મોટા અવાજો ,બસમાં બેસવાનું બહારગામ જવાનું ગમે નહીં ઉપવાસ , શરીરનો કોઈ રોગ (તાવ-મલેરિયા) ખાસ થાય છે.

આ દુખાવો વારંવાર થાય, સ્કૂલે ભણતા બાળકોને ખાસ થાય સાંજ પડે થાકી જાય.

સારવાર :- દુખાવો થાય ત્યારે બે ત્રણ મિશ્રણવાળી દુખાવાની ગોળી Diclogesic, vasograin, Migrest - દૂધ સાથે Acidity ની ગોળી સાથે અસરકર્તા છે.

દુખાવો ન થાય તે માટે : I - Betablockers - Propran oIન, 2. Cebeliam, Dipricer, Topinate વિગેરે વાપરી શકાય યાદ રહે આમાંથી જે દવા અનુકૂળ આવે ને જીવન પર્યન્ત લેવાની હોય છે.

(3) સાયનસ - sinusitis :- માથાના આગળના ભાગમાં દુખાવો સતત સવારે વધારે, દબાવતા વધારે દુખે સાથે શરદી ઉધરસ - ઉધરસ સમયે કાનમાં દુખાવો થાય થોડા દિવસો હોય

સારવાર :- નાકમાં ટીપા, છિદ્રો ખુલી જાય, નાસ, એન્ટીબાયોટીક કફ કોલ્ડની ગોળી - ક્યારેક ટૂંકા સમય માટે સ્ટીરોઈડ કે મેટ્રોજીલ વયપરાય

(4) ગરદનની ઉપર - occpital - દુખાવો - આ દુખાવો સ્ટ્રેસના કારણે ખાસ થાય છે - આ ઉપરાંત ગરદનના મણકાના પ્રશ્નો, દુખાવા ઉભા કરે છે

(5) મગજ - શરીરના રોગો - મેલેરિયા, મગજનો ટી.બી.મેનીજાઈટીસ (અ થવા બીજા તાવો) તથા

મગજમાં ગાંઠ માથામાં સખ્ત દુખાવો ઉત્પન્ન કરે છે. પણ તેની સાથે તાવ, ઉબકા , ઉલ્ટી ચોક્કસ જોડાયેલા હોય છે એટલે તેને ધ્યાનમાં રાખવા નિદાન સરળતાથી થઇ શકે છે

(6) cluster headache :- માથાની એક બાજુ આંખની આસપાસ આંખો લાલ થાય જ્યાં દુખાવો થાય તે બાજુની આંખ, નાક બંધ થઇ જાય - પુરુષોમાં વધારે અને દર 1000 વ્યક્તિઓએ 1 વ્યક્તિને થાય - આ દુખાવો અચાનક થાય ખુબ થાય રહેવાય નહિ કલાક રહે પછી અચાનકજતો રહે આ દુખાવો 24 કલાકમાં વારંવાર આવે .બીડી પીતા અને 20 વર્ષ પછીનાને વધારે થાય.

સારવાર :- આ દુખાવાને કોઈ કાયમી ઈલાજ નથી દવા syma triptan તે પણ ઈન્જેકશન દ્વારા આપવું જોઈ ઓક્સિજન - માસ્ક દ્વારા - 7 થી 10 મીટર/ મિનિટ દુખાવો થાય 15 મિનિટ આરામ આપે છે sumatriptin નું વર્ઝન નાકનો સ્પ્રે zomig પણ કામ કરે છે