હૃદયરોગના હુમલાને અટકાવવા ના ઉપાયો

Dr. Kamlesh Shah MD
perm_contact_calendar 5 months ago
Public
visibility 279 Views
thumb_up 48 Likes
 
કોલેસ્ટ્રોલ
હૃદયરોગના હુમલાને અટકાવવા ના ઉપાયો
how to prevent heart disease
prevention of heart attack
HDL
LDL
lipid profile

કોલેસ્ટ્રોલ.

આજે આપણે બહુ ચર્ચા પામેલા કોલેસ્ટ્રોલ વિષે વાત કરીશું.

ચરબીના મુખ્ય બે ઘટકો છે. લોહીમાંનું કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લીસરાઇડ. 

આ ઘટકો હાનિકારક છે તેવું નથી.

તેના પ્રથમ ઉપયોગો વિષે જાણીએ.

* કોલેસ્ટ્રોલ શરીરના કોષોમાં સામાન્ય કાર્ય અને કેટલાક અંતઃ સ્રાવોના બંધારણ માટે ઉપયોગી છે.

* યકૃતમાંથી (લીવર) કોલેસ્ટ્રોલ પેદા થાય છે આહારમાંથી મોટા ભાગનું કોલેસ્ટ્રોલ આપણને મળે છે.

* આપણે કાર્બોદિત પદાર્થો અને ચરબીવાળો ખોરાક લઈએ છીએ તેમાંથી વધારાના ખોરાકનું લીવરમાં ટ્રાયગ્લીસરાઇડના સ્વરૂપમાં રૂપાંતર થાય છે.

* આ સિવાય તેનો ચરબીકોષોમાં સંગ્રહ થાય છે જયારે શરીરને શક્તિની જરૂર પડે છે ત્યારે ચરબીકોષોમાંથી આ ટ્રાયગ્લીસરાઇડ છુટા પડે છે અને કેલેરી-શક્તિમાં રૂપાંતર થાય છે.

* શરીરના ચરબી કોષોમાં જેટલો ટ્રાઈગ્લીસરાઇઝ્ડનો ભરાવો થાય તેટલો સ્થૂળતામાં વધારો થાય છે.

* કોલેસ્ટ્રોલ લોહીમાં ફરતી ચરબી છે. પાતળા તેમજ જાડા બંને પ્રકારના લોકોમાં તે વધારે હોઈ શકે.

* લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ 170 mg કરતાં ઓછું અને ટ્રાઈગ્લીસરાઈઝનું પ્રમાણ 150 mg કરતાં ઓછું હોવું જોઈએ.

* લોહીમાં તેનું પ્રમાણ વધારે હોય તો તે પ્રમાણે પ્રમાણે હૃદયરોગ અને પક્ષઘાત-લકવાની શક્યતાઓનો દર ઊંચો થતો જાય છે.

* લોહીમાં કોલેસ્ટ્રોલના વિવિધ ઘટકો lipide profile દ્વારા શોધી શકાય છે.


કોલેસ્ટ્રોલ પાણીમાં અદ્રાવ્ય છે અને લોહીમાં જલ્દીથી ભળી શકતું નથી તેથી લોહીમાં તેનું વહન કરવામાટે તેને અમુક પ્રકારના પ્રોટીન ઘટક સાથે સંયોજનની જરૂર પડે છે. આ સંયોજનને લાયપો ( Lipo) પ્રોટીન કહેવામાં આવે છે. ગહનતાને આધારે તેના વિવિધ પ્રકારો પડે છે. તે આ પ્રમાણે છે.

HDL (એચ. ડી. એલ.) હાઈ ડેનસીટી લાયપો પ્રોટીન.
LDL (એલ. ડી. એલ.) લો ડેન્સીટી લાયપો પ્રોટીન.
VLDL (વી. એલ. ડી. એલ.) વેરી લો ડેન્સીટી લાયપો પ્રોટીન.

લોહીમાં ચરબીના અન્ય ઘટકોનું પ્રમાણ નક્કી કરવા માટેની તપાસને lipde profile કહેવામાં આવે છે.

(1) HDL - તે સારા કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે. લોહીમાં આવેલા કુલ કોલેસ્ટ્રોલમાંથી લગભગ

ત્રીજાથી ચોથા ભાગના કોલેસ્ટ્રોલનું વહન આ કોલેસ્ટ્રોલના રૂપમાં થતું હોય છે તેની માત્રા લોહીમાં વધારે

હોય એટલી સારી. તે હાનિકારક કોલેસ્ટ્રોલને ખસેડીને દૂર કરે છે અને લીવરમાં પાછું મોકલી આપે છે.

આથી જ તેનું પ્રમાણ જેટલું ઊંચું હોય તો તે રુધીરાભીસરણ તંત્ર અને હૃદય સામે સુરક્ષા છત્ર પૂરું પડે છે.

આ ઘટક ધમનીની દીવાલમાં જામેલ કોલેસ્ટ્રોલની છારીમાંથી વધારાનું કોલેસ્ટ્રોલ છારીને તોડીને દૂર કરે

છે. તેનું લોહીમાં પ્રમાણ 35 થી 50 mg હોય છે.

(2) LDL - તે ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે. તેની માત્રા લોહીમાં ઓછી એટલે કે 70 થી 100

mg વચ્ચે હોય તો સારું તેની માત્રા વધે તેમ તે શરીરમાં શુદ્ધ લોહીનું વહન કરનાર સૂક્ષ્મ ધમનીઓમાં

છારીના રૂપમાં જમા થાય છે. અને તેના પોલાણને સાંકડું બનાવે છે. આ પ્રકિયા હ્ર્દયને શુદ્ધ લોહી પૂરું

પાડનાર રક્તવાહિનીને લાગુ પડે તો તેનાથી વ્યક્તિને હૃદયરોગ થઇ શકે છે આ ચરબીનું ઓછું પ્રમાણ 70

mg સુધી હ્ર્દયને તંદુરુસ્ત રાખે છે.