Atherosclerosis (લોહીની ધમનીનું બરડ થવું)

Dr. Kamlesh Shah MD
perm_contact_calendar 8 months ago
Public
visibility 657 Views
thumb_up 84 Likes
 
લોહીની ધમનીનું બરડ થવું
Atherosclerosis


લોહીની ધમનીનું બરડ થવું તથા તેની સંકોચન શક્તિ (Elasticity) જતી રહેવી તેને Atherosclerosis કહેવાય છે. તેના માટે બીજા શબ્દો Arteriosclerosis અથવા Arteriolo sclerosis કહેવામાં આવે છે. આ એક રોગ છે. સૌ પ્રથમ 1575માં તેની શોધ થઇ હતી. જેના કારણે ધમનીનું પોલાણ નાનું બને છે કારણ કે તેના ઉપર Atheroseric Plaque (ચરબીની ચિપ્સ) જામે છે. Plaque લોહીના ખરાબ શ્વેત કણો, ચરબી, કેલ્શીયમ તથા બીજા પદાર્થોના બનેલો છે. તેના કારણે લોહીનો પ્રવાહ ધીમો થાય છે અને જે તે જગ્યાએ ઓક્સિજનનો પુરવઠો ઓછો પહોંચે છે.

Atherosclerosis થવાના કારણો :-

સામાન્ય રીતે ખરાબ કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લીસરાઇડ, લોહીનું ઊંચું દબાણ, ડાયાબીટીસ, ધ્રુમપાન, બેઠાડું જીવન, વારસાગત, જંકફૂડ અને તેના જેવા ખોરાકમાં સ્વાસ્થ્ય ને હાનિકારક પદાર્થો જવાબદાર છે.

ધમનીની બરળ થવાની પ્રકિયા જુવાનીમાં શરૂ થઇ જાય છે. ઉંમર વધતા તે તેની ઝડપ વધે છે. મોટે ભાગે 65 વર્ષની ઉંમરે તે બધાજ લોકો ને અસર કરે છે. આ રોગ આડ અસરને કારણે દુનિયામાં નં - 1 મૃત્યુ નું કારણ બને છે તથા જીવનની પ્રક્રિયાઓ મર્યાદિત થઇ જાય છે.

ચિન્હો :- 

આ પ્રકિયા નાનપણથી જ શરૂઆત થઇ જાય છે સફેલ પીળાશ પડતું મટીરીયલ ધમનીની અંદરની દિવાલ (End thelium) પર જમા થાય છે સાથે લોહીના સફેદ કણો - મેકરોફેજીસ ત્યાંથી તે આગળ વધે છે. ચિન્હોની શરૂઆત પુરુષોમાં 40 વર્ષની ઉંમરે અને સ્ત્રીઓમાં 50 કે 60 વર્ષની ઉંમરે દેખા દે છે. શરીરના જે તે અંગમાં ધમનીનું પોલાણ સાંકડું થાય ત્યાં તેની આડ અસર દેખાય છે.

હૃદય :- 

હૃદયની કોરોનરી ધમનીઓ, સાંકડી થતા લોહીના પુરવઠો હૃદયના સ્નાયુઓને ઓછો પહોંચે છે જે હૃદયશૂળ (Angina) હાર્ટએટેક તથા હૃદયની ગતિની અનિયમિતતા માટે જવાબદાર હોય છે.

મગજ :-

મગજ તરફ લઇ જતી કોરોટીડ ધમની ગળામાં થઈને જાય છે. આ ધમનીનું પોલાણ સાંકડું થવાથી, યાદશક્તિ, બોલવામાં તકલીફ, ચક્કર, ચાલવામાં તકલીફ, સીધા ઉભા રહેવામાં મુશ્કેલી, આંખમાં રોશની, માથું દુઃખવું, હાથપગમાં ખાલી પડવી, બેભાન અવસ્થા થઇ શકે છે. આ બધા ચિન્હો પેરાલિસીસના પણ હોઈ શકે. મગજમાં વહી જતી ધમનીઓ જો મગજના કોષોને, ઓક્સીજનવાળું લોહી પૂરતા પ્રમાણમાં ન પહોંચાડી શકે તો મગજના કોષો મૃત્યુ પામે છે.

પગની લોહીની ધમનીઓ :- આ ધમનીઓ સાંકડી થવાથી હાથપગમાં ખાલી ચડવી, દુઃખાવો થવો, અને સંપુણઁ બ્લોક થાય તો હાથ પગ કાળા પડી જવા (ગેગરીન) પણ થાય છે.

કીડની :- 

કીડનીમાં લોહી લઇ જતી રીનલ ધમનીઓમાં Plaque (ચરબીની ચિપ્સ) જમા થવાથી કીડનીમાં જતું લોહી અવરોધાય છે તેનાથી કિડનીના રોગો જેવાકે બંને કીડની ફેઈલ થવી CRF થઇ શકે છે.

Atherosclerosis માટે જવાબદાર કારણો :-

બે પ્રકારના છે. 

(1) જે આપણા હાથની બહાર છે. 

(2) જેને કાબુમાં રાખવાથી રોગની પ્રગતિ અટકાવી શકાય છે

(1) જે આપણા હાથની બહાર છે. તે

વધતી ઉંમર, પુરુષોમાં વધારે, કૌટુંબિક, વારસાગત

(2) જે આપણા હાથમાં છે તે

જીવન જીવવાની પધ્ધતિ *ડાયાબિટીસ * કોલેસ્ટ્રોલ * ધૂમપાન તથા તમાકુ, જાડાપણું (obesity)

Insalin નો પ્રતિકાર * હાઇબ્લડપ્રેશ * બેઠાડુ જીવન * ખોરાકના કેટલાક પ્રકારો વિગેરે.

જે આપણા હાથમાં છે તેને કાબુમાં રાખીએ, બદલીએ અને તેની આડઅસરોમાંથી બચીએ.