PULMONARY FIBROSIS (પલ્મોનરી ફાઇબ્રોસિસ)

Dr. Vaishal Sheth DNB
perm_contact_calendar 8 months ago
Public
visibility 430 Views
thumb_up 77 Likes
 
PULMONARY FIBROSIS
પલ્મોનરી ફાઇબ્રોસિસ
Lung Transplant
BRINCHSCOPY
ફેફસાનું ફાઇબ્રોસિસ

આપણા શરીરમાં સૌથી અગત્યના અંગની રીતે બે ફેફસાંની રચના થયેલી છે.ફેફસાની અંદર નાની શ્વાશનળી (બ્રોન્કાઈ) બ્રોન્કીઓલના અને 300 મિલિયન જેટલા શ્વાસ કોષ (અલ્વોલાઈ) આવેલ હોય છ.જેને વીંટળાઈને રક્તવાહિની આવેલ હોય છે. આપણે જયારે શ્વાસ લઈએ ત્યારે વાતાવરણની ઑક્સીજનવાળી હવા શ્વાસનળી વાટે એલ્વઓલાઈમાં થઈને આપણા રક્તમાં આવે અને આપણા રક્તમાંથી કર્બન ડાયોક્સાઇડ એ જ રસ્તામાંથી પસાર થઇ બહાર આવતા વાતાવરણમાં જાય, આમ, ફેફસા, એ શરીરના બધા અંગોને રક્ષણ માટેનો ઓક્સિજન પૂરો પાડવાનું અગત્યનું કામ કરે છે.

“પલ્મોનરી ફાઇબ્રોસિસ” ફેફસાના એલ્વોલાઈ અને એલ્વોઓલાઈની દીવાલમાં થતો ભંયકર રોગ છે. જેમાં એલ્વોઓલાઈમાં કોલાજન તત્ત્વના ભરાવાથી તેની ઓક્સીજનને રક્તમાં લઈ જવાની કાર્યક્ષમતા અટકી જાય છે.

આમ બધા જ એલ્વોઓલાઈમાં આવું થતું જાય એટલે “જાળા” પડી જાય એવી રચના ફેફસામાં થાય.તેને જ ફેફસાનું ફાઇબ્રોસિસ કહેવાય, એટલે દર્દીને સૂકી ઉધરસ અને શ્વાસ ચડવાની તકલીફ થાય છે.


પલ્મોનરી ફાઇબ્રોસિસ થવાના કારણો (Etiology)

* બીડી - સિગારેટનો ધુમાડો.

* ધૂળ, ધુમાડામાં કાયમ શ્વાસમાં આવે ત્યારે.

* કેમિકલ ફેક્ટરીનો ધુમાડો.

* મિલમાં પીંજાતું રું - કાપડની કણો.

* કોલસાની ખાનમાં કામ કરવાથી.

* લોંખડ / કેમોથોરેપીની અસર રૂપે.

ઉપ્રોકતા બધા ઉપરાંત ક્યારેક જિનેટિક કારણો અથવા તો કોઈ જ કારણ વગર એટલે કે ‘ઈડીયોપેથીક ફાઇબ્રોસિસ” પણ થતું હોય છે.


પલ્મોનરી ફાઇબ્રોસિસ લક્ષણો :

લાંબાગાળાની સૂકી ઉધરસ.
વારંવાર શ્વાસ ચડવો.
શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટી જવું.
છાતીમાં સતત દુ:ખાવો.
ચામડી પર ચાઠા (Skin rash)
સાંધામાં દુઃખાવો (Joint paint / Arthritis)

ક્યાં રિપોર્ટ કરવામાં આવે?

* ફેફસાનો એક્સ-રે.

* ફેફસાનો સિટી સ્કેન (HRCT Chest)

* પલ્મોનરી ફકંશન ટેસ્ટ.

* દૂરબીનથી ફેફસાની તપાસ (BRINCHSCOPY) બીજા રિપોર્ટ દર્દીની શારીરિક પરિસ્થિતિ મુજબ કરવામાં આવે છે.


સારવાર કઈ રીતે થાય?

આ રોગ અસાધ્ય પરિસ્થિતિ પૈકી એક ગણાય. એટલે કાયમી ઈલાજ કહી શકાય નહિ.

સામાન્ય રીતે દર્દીઓને પહેલાં ફેફસાના સ્પેસ્યાલીસ્ટ ડૉક્ટર (Pulmonologist) ની સલાહ મુજબ દવા ચાલુ કરવામાં આવે છે.

મુખ્ય દવામાં ઓક્સિજન, Anti Fibrotic ડ્રગ્સ અને બીજી ફેફસાનું પ્રેસર ઓછી કરવાની દવા ક્યારેક આપવામાં આવે છે.

Lung Transplant (ફેફસાનું પત્યારોપણ) : જે હવે ભારભરમાં available છે. તે કરવાથી દર્દીને આ રોગમાંથી નિવારી શકાય.


આ રોગથી બચવા શું કરવું?

બીડી - સિગારેટના ધુમાડાથી દૂર રહેવું.

વાતાવરણના પ્રદૂષણના સંસગમાં ના રહેવું.

લોંખડ, કોલસા, સિમેન્ટ, કેમિકલ વગેરેની રજ શ્વાસમાં ન જાય તેનું ધ્યાન રખવું.


જો શ્વાસ કે લાંબાગાળાની સૂકી ઉધરસ આવે તો બેદરકારી રાખ્યા વગર તમારા ફેફસાના સ્પેસ્યાલીસ્ટ ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

આમ, ફેફસાનું ફાઇબ્રોસિસ એક ભંયકર અસાધ્ય રોગ છે તો તેની સમયસર સારવાર કરવામાં આવે તો તેનાથી દર્દીનું આયુષ્ય લબાવી શકવામાં મદદ થાય છે.

‘PULMONARY FIBROSIS’ ના નવા ઉપચાર અને ફેફસાને લગતા આવા બીજા કોઈપણ રોગ માટે નિ;સંકોચ તમારા ડોક્ટરનો સંપકઁ સાધો.