વરસાદી વાતાવરણ માં થતી બીમારીઓ અને હોમીઓપેથી

Dr. Bhairavi Parikh BHMS, CFN,MHA
perm_contact_calendar 8 months ago
Public
visibility 1008 Views
thumb_up 122 Likes
 
વરસાદી વાતાવરણ માં થતી બીમારીઓ અને હોમીઓપેથી
બીમારીઓ અને હોમીઓપેથી
હોમીઓપેથી
homeopathy treatment
 

મૌસમી વર્ષા ની સુંદર ઋતુ જ્યારે કમોસમી બને છે ત્યારે મચ્છર નો ઉપદ્રવ અને અનિયમિત તાપમાન અનેક બીમારીઓ લઈને આવે છે જેવીકે

 * શરદી- ખાંસી, તાવ

* શીળસ, ચામડી માં ફંગસ.

 * ડેન્ગ્યુ , મલેરિયા

 * પેશાબ માં ચેપ

 * વાળ ખરવા, ખોડો

 * બાળકો ને પથારી માં પેશાબ

 * અપચો વગેરે

સાવચેતી ના પગલાં:-

 * ઘર ની આજુબાજુ કે ઘર માં પાણી નો ભરાવો ન થવા દેવો

 * સાંજે બારી- બારણાં બંધ રાખવા તથા લીમડા ના પાન ની ધૂણી કે કપૂર નો ધૂપ કરવો

 * પાણી તથા પ્રવાહી વધુ પીવું

 * ગરમ પ્રવાહી જેવાકે સૂપ, આદુ તુલસી નો ઉકાળો, ચા વગેરે લેવું અને ઠંડા પીણા નું સેવન ટાળવું

 * બાળકો ને લાંબી બાંય ના સુતરાઉ કપડાં પહેરવા તથા સાંજે બગીચા માં જવાનું ટાળવું

 * શરીર પર કોપરેલ લગાવવું

 * સાંજે હળવો ખોરાક લેવો

બદલાતી અનિયમિત ઋતુ માં થતી દરેક તકલીફ માટે હોમીઓપથીમાં ઉત્તમ દવાઓ ઉપલબ્ધ છે જેવીકે ડલકામારા, આર્સેનિક, રસટોક્સ , યુપેટોરિયમ વગેરે જે તાત્કાલિક ધોરણે રાહત આપે છે, ડેન્ગ્યુ જેવા રોગ થતો અટકાવે તથા થયો હોય તો લોહી ના કણો માં જલ્દી સુધાર લાવવા માં મદદ કરે છે અને રોગ ના લક્ષણો માં ઝડપી રાહત આપે છે.

• હોમિયોપેથીક દવા ની કોઈ આડઅસર નથી

• લેવા માં સરળ એવી મીઠી મીઠી ગોળીઓ બાળકો પણ સરળતા થી લે છે

• રોગ મૂળ માં થી મટાડે છે અને રોગપ્રિકારકશક્તિ વધારે છે

-: હોમિયોપેથીક દવા લો સ્વસ્થ રહો :-