રૂમેટિક હાર્ટ ડિસીઝ (Rheumatic Heart Disease)

Dr. Kamlesh Shah MD
perm_contact_calendar 8 months ago
Public
visibility 547 Views
thumb_up 76 Likes
 
રૂમેટિક હાર્ટ ડિસીઝ
rheumatic heart disease
રૂમેટીક ફીવરની વાલ્વ ઉપર આડ અસરો

રૂમેટિક હાર્ટ ડિસીઝ

રૂમેટિક હાર્ટ ડિસીઝ એ રૂમેટિક તાવની ગંભીર આડ અસર છે. રૂમેટિક તાવ આવ્યા પછી વર્ષો પછી 3-10 વર્ષ - હૃદયના વાલ્વને અસર કરે છે. નુકશાન કરે છે. જો તેને સારી રીતે સારવાર ન અપાય તો.

રૂમેટિક એટલે શું? 

ગળામાં Streptococcus A નામના બેક્ટેરીયા ચેપ લગાડે અને જો તેની સારવાર પુરતી ન થાય તો શરીર તેને રિએક્શન આપે છે (ઓટો ઇમ્યુન) જે સોજાના સ્વરૂપમાં ડેવલોપ થાય છે, ધીરે ધીરે આ સાંજો, રીઢો થતો જાય અને વાલ્વની આસપાસ કેલ્શિયમના પાર્ટિકલ થાય છે.

આ રોગ બાળકો અને સ્કૂલે જતા બાળકોમાં વધુ જોવા મળે છે. એશિયાના દેશોમાં વધુ જોવા મળે છે.

હૃદય ઉપર તેની આડ અસરો :-

A -  (1) હૃદયની સપાટી ઉપર નો સોજો Pericarditis કહેવાય

      (2) હૃદયના સ્નાયુ ઉપર નો સોજો Myocarditis

      (3) હૃદયની અંદરનું પદ નો સોજો Endocorditis

B - હૃદયની અંદરના પડ ઉપરનો સોજો ધીમે ધીમે હૃદયના વાલ્વ - એક કરતા વધારે વાલ્વ ને નુકશાન કરે છે વાલ્વની આસપાસ કેલ્શિયમ જમા થાય, જે વાલ્વને સાંકળો બનાવે છે તેને Mitral Stenosis કહેવાય. તેને ધીમે ધીમે વધારે નુકશાન કરે છે - જો લોકોને એક કરતા વધારે રૂમેટિક તાવના હુમલા આવ્યા હોય તેમાં વધારે નુકશાન થવાની સંભાવના છે. કહેવાય છે કે It leaks joints & Bites the heart.

રૂમેટીક ફીવરની વાલ્વ ઉપર આડ અસરો વિગતવાર :- 

(1) સૌથી વધારે અસર માઇટ્રલ વાલ્વ ઉપર થાય છે.જો વાલ્વ લીક થાય તો તેને Mitral regurgitation કહેવાય.

(2) આજ રીતે એવોર્ટિક વાલ્વને અસર થાય તો Aortic Stenosis અને Aortic regurgita-tion કહેવાય - આ વાલ્વ ડાબા ક્ષેપક ને મહાધમની થી જુદા પાડે છે.

(3) ડાબું કર્ણક ફફડે તેને Atrial fibrillation કહેવાય. જેના કારણે લોહીનો પ્રવાહ ડાબા કર્ણકમાંથી ક્ષેપકમાં ઓછો થતો જાય છે.

સારવાર :- ગળાનો સોજો જે Streptococcal A વર્ગથી થાય છે તેની ઘનિષ્ટ સારવાર કરવી જોઈએ.

જેઓને રૂમેટિક હાર્ટ ડિસીઝ થયો છે તેઓને Aspirin હૈ ડોઝમાં તથા સ્ટીરોઈટ ની દવાઓ વપરાય છે

જે સોજો ઓછો કરે છે. લાંબા સમય સુધી Penicillin દર 21 દિવસે લાંબા સમય સુઘી (Long actiong) આપવાથી વાલ્વને વધારે નુકશાન અટકે છે. ગળાના સોજા માટે Erythromycin કે Azithrocin વપરાય છે.

સાવચેતી :-

* જેઓને રૂમેટિક તાવનો હુમલો આવ્યો છે તેઓએ નિયમિત ડૉક્ટર પાસે ચેક અપ કરાવવું જોઈએ. હૃદયમાંથી murmer નીકળે છે. જેના ઉપરથી વાલ્વને કેટલું નુકશાન થયું ને જાણી શકાય છે.

* 2 D Echos દ્વારા સમયસર વાલ્વના નુકશાનનો અંદાજ મેળવી શકાય છે.

* વાલ્વના ઓપરેશન નો સમય સગત્યનો છે. જેથી કરીને વ્યક્તિની જીવનની ક્વોલિટી સુધારી શકાય.

આ સમય હૃદયરોગના નિષ્ણાંત ડૉક્ટર તથા 2 ડી ઇકો ના રિપોર્ટ ઉપર આધારિત છે.