Hepatitis

Dr. Gunjan Joshi DNB
perm_contact_calendar 1 month ago
Public
visibility 188 Views
thumb_up 21 Likes
 
hepatitis
hepatitis A
hepatitis E
hepatitis B
liver
liver problems

તાજેતરમાં ગયેલો 28 મી જુલાઈનું દિવસ વિશ્વ હેપેટાઇટિસ ડે તરીકે જાણીતો છે, આ પાછળનો હેતુ જીવલેણ હેપીટાઈટિસ ની બીમારી વિષે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવાનો છે કારણ કે આ એક ચેપી રોગ છે અને તેના વિષે સમયસર નિદાન અને સારવાર આના ગંભીર સ્વરૂપ માંથી બચાવી શકે છે.

હેપેટાઇટિસ-બી એક વાયરસ જન્ય ચેપી રોગ છે, જે લીવર પર અસર કરે છે આ વાઇરસ HIV (એઇડ્સ) કરતાં લગભગ 100 ગણો વધુ ચેપી છે.

સૌ પ્રથમ તો આપણે લિવર વિષે જાણીએ

લિવર (યકૃત) આપણા શરીરનું વિશાળતમ આંતરિક અંગે છે. લિવર નું વજન આશરે 1200 થી 1500 ગ્રામ છે. તે પાંસળીના નીચલા ભાગની પાછલી બાજુ અને પેટના પોલાણમાં ડાયાફ્રેમની નીચે આવેલું છે.

લીવરના કાર્યો

લિવરનું મુખ્ય કાર્ય રક્તને શુદ્ધ કરવાનું છે અને ચેપ લાગવાથી રક્ષણ કરવામાં સહાય કરે છે તેમે જમો છો એ ખાદ્ય પદાર્થો માંથી વિટામિન, સાકર, ચરબી અને અન્ય પોષક તત્વોનો સંગ્રહ કરે છે. સ્વસ્થ રહેવા માટે જરૂરી એવા રસાયણો લીવર દ્વારા તૈયાર થાય છે. લીવર દારૂ અને અન્ય વિષયુક્ત રસાયણો જેવા પદાર્થોને દૂર કરવાનું કાર્ય કરે છે રક્તમાં હોર્મોનના સ્તરનું નિયત્રંણ પણ લીવર દ્વારા કરવામાં આવે છે.

હેપેટાઇટિસ કેવી રીતે થાય છે?

હિપેટાઇટિસ થવા પાછળના વિવિધ કારણો આ પ્રમાણે છે. આ એક વાઇરસ જન્ય ચેપી રોગ છે અને તે વિવિધ પ્રકારના વાઇરસને કારણે થાય છે. તેના નામ છે. હેપેટાઇટિસ - એ, બી, સી, ડી તથા હેપેટાઇટિસ ઇ છે.

મદ્યપાન - વધુ પડતા મદ્યપાન થી આલ્કોહોલિક હિપેટાઇટિસ થઈ શકે છે 

દવાઓ - ચોક્કસ દવાઓના વધુ પડતા સેવનને કારણે પણ હિપેટાઇટિસ થઈ શકે  

ઓટોઈમ્યુન હેપેટાઇટિસ - એ એવી બીમારી છે. જેમાં શરીરની રોગ પ્રતિકારક પ્રણાલી લીવર્ણ કોષો પર હુમલો કરે છે

આમ વિવિધ વાઇરસના કારણે વાઇરસ હેપેટાઇટિસ થઇ શકે છે. અને આનાથી તીવ્ર અને ટૂંકી હેપેટાઇટિસ બીમારી થઇ શકે છે, પરંતુ હેપેટાઇટિસ બી અને સી વાઇરસથી થતો હેપેટાઇટિસ અત્યંત ગંભીર અને જીવણલેણ બીમારી નીવડી શકે છે દર્દીને આ વાઇરસનો ચેપ લાગ્યા બાદ ટૂંકા ગાળાનો (એક્યુટ) હેપેટેટીસ અથવા લાંબાગાળાનો (ક્રોનિક) હેપેટાઇટિસ થઇ શકે છે. જેમાં એક્યુટ હેપેટાઇટિસ દર્દીને કમળો (પીળી આખો તથા ખુબ પીળો પેશાબ), જીણી તાવ, ભૂખ ન લાગવી, અશક્તિ, ઉબકા જેવા લક્ષણો થાય છે આમાંથી ફક્ત 1% લોકોને કમળી (લીવર ફેઇલયુર) થાય છે જેમાં દર્દીના નિદ્રા ચક્રની ઉલટસુલટ, વિચિત્ર વર્તન, બબડાટ અથવા બેભાન અવસ્થા (કોમા) જેવા લક્ષણો હોતા નથી છતાં લાંબાગાળે લીવર સિરોસિસ, લિવર ફેઇલ્યોર તથા લિવર કેન્સરમાં પરિણામે છે.

હેપેટાઇટિસ ‘એ’ અને ‘ઈ’ :

* હેપેટાઇટિસ ‘એ’ અને ‘ઈ’ પાણી અથવા ખોરાકની ગંદકી ને લીધે થાય છે. ચેપગ્રસ્ત લોકો બાથરૂમનો ઉપયોગ કર્યા પછી તેમના હાથ ન ધોવે તો, તેમના હાથ વાઇરસ ધરાવી શકે છે. પછી તેઓ ખોરાક, પાણી અને અન્ય લોકો સહિત જે કોઈ પણ સ્પર્શ કરે ચવે તે વાઇરસ ફેલાવી શકે છે.

* બાળકોમાં સામાન્ય રીતે હેપેટાઇટિસ ‘એ’ જોવા મળે છે, જયારે પુક્ત વયના લોકોમાં હેપેટાઇટિસ ‘ઈ’ જોવા મળે છે. તાવ, થાક લાગવું, ઉબકા ઉલ્ટી આવવું, ભૂખ ન લાગવી, આખો પીળી દેખાવી, પેટની જમણી બાજુ પાંસળી હેઠળ પીડા થવી એ હેપેટાઇટિસ ‘એ’ અને ‘ઈ’ ના લક્ષણો છે.

* અસામાન્ય પણ ભાગ્યે જ હેપેટાઇટિસ ‘એ’ અને ‘ઈ’ ને લીધે ફેઈલ થઇ શકે છે. બેભાની અને લોહી પાતળું થવું એ લીવર ફેઇલની નિશની છે. આવા દર્દીઓ ને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે.

ઉપચાર:

* આરામ

* આલ્કોહોલ પીવાનું ટાળવું

* ઓવેર ધ કાઉન્ટર દવાઓને ટાળો

* ખોરાક પૂરતી માત્રામાં લેવો, ખોરાકમાં બધું જ લઇ શકાય, ઘી, તેલ, હળદરની કોઈક પરેજીની જરૂર નથી. ઘરનો સામાન્ય સાદો ખોરાક લેવો

હેપેટાઇટિસ બી શું છે ?

કેટલીક વાર હેપેટાઇટિસ બી ને હેપ બી અથવા એચ.બી.વી. કહેવાય છે. જે હેપેટાઇટિસ બી ના લીધે થતી લીવરની બીમારી છે વાઇરસની સામે સરક્ષણ આપતી રસી લઈને તમે આ બીમારીને રોકી શકો છો.

ભારતમાં હેપેટાઇટિસ બી ની બીમારી સામાન્ય છે, ભારતમાં એચ.બી.વી. વાહકોની સંખ્યા અંદાજે 40 મિલિયન (4 કરોડ) છે. એવો અંદાજ છે કે ભારતમાં દર વર્ષે જન્મ લેતા 25 મિલિયન બાળકો માંથી 1 મિલિયન બાળકોને ગંભીર એચ.બી.વી. ચેપ વિકસિત થવાનું જોખમ જીવનભર રહે છે. દર વર્ષે 1,00,000 કરતા વધારે ભારતીયો એચ.બી.વી. ચેપ સંબધિત બીમારી ના લીધે મૃત્યુ પામે છે.

હેપેટાઇટિસ બી અને સી ના લક્ષણો

હેપેટેટીસ બી અથવા સી ધરાવતા ઘણા લોકો લક્ષણો ધરાવતા નથી તેમ છતાં, હેપેટાઇટિસ બી, સી કેટલાક લોકો તેમને ફલૂ જેવું અનુભવે છે. તેથી આ લક્ષણો અનુભવો

થાક , તાવ , સાવ જમવાની ઈચ્છા ન થવી પેટમાં દુઃખાવો અતિસાર 

કેટલાક લોકોને આ લક્ષણો જણાય

ઘેરો પીળો પિશાબ 

પીળી આંખ અને ત્વચા

ગંભીર હેપેટાઇટિસ બી

જે દર્દીઓને 6 મહિનામાં વાઇરસ દૂર ન થાય એનો હેપેટેટીસ બી ના ગંભીર તબક્કામાં પ્રવેશ છે.

મોટાભાગના મોટા બાળકો અને શિશુઓ હેપેટાઇટિસ બી ના ગંભીર તબક્કા માં પ્રવેશે છે. જયારે ચેપ ગંભીર થઇ જાય ત્યારે એ વાઇરસ સુધી ધીમે ધીમે લિવરને નુકશાન કરે છે. એચ.બી.વી. ધરાવતા ઘણા દર્દીઓ કોઈ લક્ષણો નથી અનુભવતા તેનું કારણ આ જ છે.

સારવાર હેપેટાઇટિસ બી

ઇન્ટરફેરોન શરીરની પ્રતિરોધક પ્રણાલીને કામ કરવામાં સહાયતા કરે છે. બાહ્ય પદાર્થ તરીકે વાઇરસને ઓળખવાની શક્યતામાં વધારો કરે અને પ્રતિરોધક પ્રણાલીના વિશેષ સેલ્સ દ્વારા હુમલાને ઓળખી શકે.

ઇન્ટરફેરોન ને ત્વચાની નીચે દાખલ, એક વર્ષ સુધી દરરોજ ઈન્જેકશનનો આપવા જરૂર છે એન્ટીકાવીર અને ટેનોફોવીર સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા મૌખિક એજન્ટ છે. ટેનોફોવીર એલફેનામાઇડ નવી દવા છે, જેના સાઈડ ઈફેક્ટ ટેનોફોવીર કરતા ઘણા ઓછા છે

સારવાર હેપેટાઇટિસ સી

હેપેટાઇટિસ સી ના વિવિધ પ્રકારના જેનોટાઇપ્સ છે.

જેનોટાઇપ -1 માટે સોફોસબુવીર + લેડીપાસવીર તથા

જેનોટાઈપ - 3 માટે સોફોસબુવીર + ડેકલાટાસવીર 3 મહિના માટે અપાય છે.

સોફોસબુવીર + વેલપાટાસવીર બધા જ જેનોટાઇપ માં આવી શકાય છે