Atherosclerosis : લોહીની ધમનીનું બરડ થવું

Dr. Kamlesh Shah MD
perm_contact_calendar 1 month ago
Public
visibility 149 Views
thumb_up 18 Likes
 
લોહીની ધમનીનું બરડ થવું
Atherosclerosis
Atheroseric Plaque

લોહીની ધમનીનું બરડ થવું તથા તેની સંકોચન શક્તિ (Elasticity) જતી રહેવી તેને Atherosclerosis કહેવાય છે. તેના માટે બીજા શબ્દો Arteriosclerosis અથવા Atherosclerosis કહેવામાં આવે છે. આ એક રોગ છે. સૌ પ્રથમ 1575માં તેની શોધ થઇ હતી. જેના કારણે ધમનીનું પોલાણ નાનું બને છે કારણ કે તેના ઉપર Atheroseric Plaque (ચરબીની ચિપ્સ) જામે છે. Plaque લોહીના ખરાબ શ્વેત કણો, ચરબી, કેલ્શિયમન તથા બીજા પદાર્થોનાં બનેલો છે. તેના કારણે લોહીનો પ્રવાહ ધીમો થાય છે અને જે તે જગ્યાએ ઓક્સિજનનો પુરવઠો ઓછો પહોંચે છે.

Atherosclerosis થવાના કારણો :-

સામાન્ય રીતે ખરાબ કોલેસ્ટ્રોલ માટે ટ્રાયગ્લીસરાઇડ, લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, ધ્રુમપાન, બેઠાડું જીવન, વારસાગત, જંકફૂડ અને તેના જેવા ખોરાકમાં સ્વાસ્થ્ય ને હાનિકારક પદાર્થો જવાબદાર છે.

ધમનીની બરડ થવાની પ્રક્રિયા જુવાનીમાં શરૂ થઇ જાય છે. ઉંમર વધતાં તે તેની ઝડપ વધે છે.મોટે ભાગે 65 વર્ષની ઉંમરે તે બધાજ લોકો ને અસર કરે છે. આ રોગ આડ અસરને કારણે દુનિયામાં નં - 1 મૃત્યું નું કારણ બને છે તથા જીવનની પ્રક્રિયાઓ મર્યાદિત થઇ જાય છે.

ચિન્હો :- આ પ્રકિયા નાનપણથી જ શરૂઆત થઇ જાય છે. સફેદ પીળાશ પડતું મટીરીયલ ધમિનીની અંદરની દિવાલ (Endo thelium) પર જમા થાય છે સાથે લોહીના સફેદ કણો - મેકરોફેજીસ ત્યાંથી તે આગળ વધે છે. ચિન્હોની શરૂઆત પુરુષોમાં 40 વર્ષની ઉંમરે અને સ્ત્રીનીઓમાં 50 કે 60 વર્ષની ઉંમરે દેખા દે છે.શરીરના જે તે અંગમાં ધમનીનું પોલાણ સાંકળું થાય ત્યાં તેની આડ અસર દેખાય છે.

હૃદય :- હૃદયની કોરોનરી ધમનીઓ, સાંકળી થતાં લોહીનાં પુરવઠો હૃદયના સ્નાયુઓને ઓછો પહોંચે છે જે હૃદયશૂળ (Angina) હાર્ટ એટેક તથા હૃદયની ગતિની અનિયમિતતા માટે જવાબદાર હોય છે.

મગજ :- મગજ તરફ લઇ જતી કેરોટીડ ધમની ગળામાં થઈને જાય છે. આ ધમનીનું પોલાણ સાંકડું થવાથી, યાદશક્તિ, બોલવામાં તકલીફ, ચક્કર, ચાલવામાં તકલીફ, સીધા ઉભા રહેવામાં મુશ્કેલી, આંખમાં રોશની, માથું દુઃખવું, હાથપગમાં ખાલી પડવી, બેભાન અવસ્થા થઇ શકે છે. આ બધા ચિન્હો પેરાલીસના પણ હોઈ શકે. મગજમાં વહી જતી ધમનીઓ જો મગજના કોષોને, ઓક્સીજનવાળું લોહી પૂરતા પ્રમાણમાં ન પહોંચાડી શકે. તો મગજના કોષો મૃત્યુ પામે  છે.

પગની લોહીની ધમનીઓ :- આ ધમનીઓ સાંકડી થવાથી હાથપગમાં ખાલી ચડવી, દુખાવો થવો, અને સંપુણઁ બ્લોક થાય તો હાથ પગ કાળા પડી જવા (gangrene) પણ થાય છે.

કિડની:- કિડનીમાં લોહી લઇ જતી રીનલ ધમનીઓમાં Plaque (ચરબીની ચીપ્સ) જમા થવાથી કિડનીમાં જતું લોહી અવરોધાય છે તેનાથી કિડનીના રોગો જેવાકે બંને કિડની ફેઈલ થવી CRF થઇ શકે છે.

Atherosclerosis માટે જવાબદાર કારણો:-

બે પ્રકારના છે. (1) જે આપણા હાથની બહાર છે. (2) જેને કાબુમાં રાખવાથી રોગની પ્રગતિ અટકાવી શકાય છે

(1) જે આપણા હાથની બહાર છે. તે

વધતી ઉંમર , પુરુષોમાં વધારે , કૌટુંબિક, વારસાગત

(2) જે આપણા હાથમાં છે તે

જીવન જીવવાની પધ્ધતિ * ડાયબીટિસ * કોલેસ્ટ્રોલ * ધૂમપાન તથા તમાકુ, જાડાપણું (obesity)

Insulin નો પ્રતિકાર * હાઇબ્લડપ્રેશર * બેઠાડું જીવન * ખોરાકના કેટલાક પ્રકારો વિગેરે

જે આપણા હાથમાં છે તેને કાબુમાં રાખીએ, બદલીએ અને તેની આડઅસરોમાંથી બચીએ.