Digital Eye Strain

Dr. Siddharth Shah MS
perm_contact_calendar 2 months ago
Public
visibility 257 Views
thumb_up 26 Likes
 
Digital Eye Strain
computer vision syndrome
use of mobile and computer

> આજના મોબાઈલ અને કોમ્પ્યુટર યુગમાં 

(1) માથું દુખવું 

(2) આંખો ખેંચાવી, 

(3) ઝાંખું દેખાવું 

(4) આંખો કોરી પડી જવી 

(5) ખભા અને ગળાનો દુખાવો થવો 

આ બધું ખુબજ સામાન્ય રીતે રોજ-બરોજની જીદગીમાં જોવા મળે છે જો આ બધું તમે પણ અનુભવતા હોય તો તેને DIGITAL EYE STRAIN OR COMPUTER VISION SYNDROME કહેવાય છે.

> જો તમે ઘરમાં કે ઓફિસમાં કોમ્પ્યુટર અથવા મોબાઈલ 2 TO 3 કલાક થી વધારે ઉપયોગ કરતા હોય તો તમને DIGITAL EYE STRAIN OR COMPUTER VISION SYNDROME બીમારી થઇ શકે છે.

> નીચેના લક્ષણો જોવા મળી શકે છે

(1)માથું અને આખો દુખવી 

(2) આંખો લાલ થઇ જવી અને કોરી પડવી 

(3) આંખો થાકી જવી

 (4) ઝાંખું દેખાવું

> ઉપરના લક્ષણો નીચેના કારણોથી જોવા મળી શકે છે

(1)ઓછી લાઈટ માં કામ કરવું 

(2) ડિજિટલ સ્ક્રીન પર Glare હોવી 

(3) યોગ્ય અંતર રાખીને કામ ના કરવું

(4) યોગ્ય રીતે બેસીને કામ ન કરવું 

(5) વધારે પડતી ડિજિટલ સ્ક્રીનની Blue Lite આંખોમાં જવી ( 415 થી 455nm વાડી wavelength Blue light આંખને ડેમેજ કરી શકે છે

> ઉપાય :-

(1)  જો તમને ચશ્માના નંબર હોય તો ફરજિયાત ચશ્મા પહેરીને જ કોમ્પ્યુટર અથવા મોબાઈલ ઉપર કામ કરવું હિતાવહ છે.

(2) યોગ્ય પ્રકાશ રૂમમાં હોવો જરૂરી છે. ઓછી લાઈટ અને અંધારામાં કોમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ આંખના પડદાને કાયમ માટે નુકશાન કરી શકે છે

(3) જો તમે ચશ્માનો ઉપયોગ કરતા હોય તો anti-glare ચશ્માંના કાચનો ઉપયોગ કરવો જોઈએ, સાથે anti - glare કોમ્પ્યુટર સ્ક્રીનનો પણ ઉપયોગ કરવો જોઈએ LED અને LCD સ્ક્રીન પણ ખુબ ફાયદા કારક છે

(4) Front Size અને Contrast તમારી આંખોને તકલીફ ના પડે તેવી રીતે યોગ્ય પ્રમાણમાં રાખવું જોઈએ

(5) કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કરતી વખતે આંખને પટપટાવી (Blinking) ખુબજ જરૂરી છે

(6) મોબાઈલ અને કોમ્પ્યુટરના ઉપયોગ વખતે 20/20/20 નો નિયમ અનુસરવો ખુબ જ જરૂરી છે. જેનો અર્થ નીચે પ્રમાણે છે. દર 20 મિનિટે કોમ્પ્યુટરમાંથી નજર ફેરવી 20 ફૂટ દૂર રહેલી વસ્તુને 20 સેકેન્ડ માટે જોવી

(7) neck અને shoulder ને યોગ્ય રીતે આરામ આપવા માટે નિયમિત અંતરાલે જગ્યા પરથી ઉભા થવું, પોતાના હાથ-પગ ગળા અને shoulder નો Stretch દૂર કરવો

Proper posture માં રહીને કોમ્પ્યુટર ઉપર કામ કરવું જે માટે 20 થી 24 ઇંચનું કોમ્પ્યુટર ની સ્ક્રીનનું અંતર રાખવું અને સ્ક્રીન નું સેન્ટર પોઇન્ટ અને તમારી આંખ વચ્ચે 10 થી 15 ડિગ્રી નો Angle રાખવો

(9) રાત્રે સુતા પહેલા 1 કલાક ના સમય માં મોબાઈલ નો ઉપયોગ કરવો નહીં

(10) પુસ્તક વાંચવા માટે મોબાઈલ અને ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ કરવો નહિ