હૃદય આખા શરીરને શુધ્ધ લોહી પૂરું પાડે છે, તે વાત સાચી પરંતુ તે પોતે જીવંત સ્નાયુઓનો બનેલો અવયવ હોવાથી તેને તેની કામગીરી માટે પ્રાણયુયુક્ત શુધ્ધ લોહીની આવશયક્તા રહે છે. હૃદયને શુધ્ધ લોહી પૂરું પાડવા માટે તેની બહારની સપાટી પર બે રક્તવાહિનીઓ આવેલી છે જે કોરોનરી આર્ટરી તરીકે ઓળખાય છે.હૃદયની આ બંને ધમનીઓ, હૃદયમાંથી શુધ્ધ લોહી લઈને બહાર આવતી મહાધમની (Aorta) માંથી નીકળે કે તરત જ તેમાંથી બન્ને બાજુએથી કોરોનરી ધમનીઓ નીકળે છે. આને કારણે હૃદયને પોતાને ખુબ ઉંચી માત્રામાં પ્રાણવાયુ ધરાવતું લોહી મળી રહે છે. હૃદયની શિરાઓ અંગારવાયુયુક્ત લોહી પાછું જમણા હૃદયમાં ઠાલવે છે.

શરીરના બધા જ અગોમાં સ્થિર લોહી પહોંચાડવા હૃદયને, તેના સ્નાયુઓને ઓક્સિજન વાળું લોહી મળવું જરૂરી છ. મગજનો કોષોને સતત લોહી પહોંચાડતું હૃદય ક્ષણિક પણ અટકી જાય તો આપણી ભાનની સ્થિતિ બગડવા માંડે, અને કોરોનરી સર્ક્યુલેશનમાં પ્રશ્નો એટલેકે અંતરાય આવે તો હૃદયરોગ (હાર્ટ એટેક) થઇ શકે છે.
ડાબી અને જમણી કોરોનરી ધમનીઓ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ તેમાંથી અનેક નાની શાખા - પ્રશાખાઓ નીકળતી જાય છે, જે હૃદયસ્નાયુનાં દરેકે દરેક ભાગને શુધ્ધ પહોંચાડવાનો પ્રંબધ કરે છે. આમ આખું હૃદય કોરોનરી આર્ટરીની અસંખ્ય શાખાઓથી ચારે તરફ વીંટળાયેલું હોય છે. જમણી તરફથી R+ Coronary artery - RCA તરીકે ઓળખાય છે. આ ધમની હ્નદયના પાછળના ભાગને તથા જમણા કર્ણક તથા જમણા ક્ષેપકને શુધ્ધ લોહી પૂરું પાડે છે.
ડાબી કોરોનરી ધમની ની બે મુખ્ય શખાઓ પડે છે.
હૃદયના આગળના ભાગમાં નીચે ઉતરતી જે LAD તરીકે એટલે કે Lt anterior decending Branch તરીકે ઓળખાય છે. તે હૃદયના આગળના ભાગને પ્રાણવાયુયુક્ત લોહી પૂરું પાડે છે.
હૃદયના ડાબા પડખાની ફરતે પાછળની તરફ જતી કોરોનરી શાખા Circumflex branch તરીકે ઓળખાય છે. તે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક ની દીવાલોને લોહી પૂરું પાડે છે.
ખાસ નોંધઃ- આપણા દેશમાં કોરોનરી ધમની થોડીક સાંકળી અને ટૂંકી હોય છે. પરદેશના લોકોની સરખામણી માં એટલે બાયપાસ સર્જરી અમયે થોડીક તકલીફ પડે છે.
જ્યાં હૃદય ધમની કે તેની શાખાઓ એકબીજા સાથે જોડાય જેથી એકબીજાનું લોહી પરિભ્રમણ પામે તેને કોરોનરી Anastomosis જાળી તરીકે ઓળખાય છે. આની સંખ્યા હૃદયમાં ઘણી ઓછી છે જેથી એક કોરોનરી ધમની બીજી કોરોનરી ધમની સાથે જોડાયેલી ન હોય તો એક કોરોનરી આર્ટરી બ્લોક થાય તો હ્નદયરોગ - હાર્ટઅટેક થાય અને હ્નદયનો સ્નાયુ મૃત્યુ પામે। કોરોનરી ધમની વાસ્તવિક રીતે End artery રસ્તો છેલ્લે બઁધ હોય જો હૃદયની બે નળીઓની શાખા જોડાય, તો એક ધમની બંધ થાય તો બીજી નળી કે તેની શાખામાંથી લોહી બ્લોક વાળી નળી તરફ જાય છે અને જે તે ભાગમાં લોહી પૂરું પાડવાનો પ્રયત્ન કરે છે. કસરત ને યોગ કરતી વ્યક્તિઓમાં આ કોલેટરણ ઝડપથી સ્થપાય છે. આ જરૂરી છે.