પૉલિસિસ્ટિક ઑવરી સિન્ડ્રોમ (Part 3)

Dr. Nilesh Detroja DNB
perm_contact_calendar 8 months ago
Public
visibility 333 Views
thumb_up 87 Likes
 
પૉલિસિસ્ટિક ઑવરી સિન્ડ્રોમ
ગર્ભવતી થવું
ટાઇપ 2 ડાયાબિટીસ
એસ્ટ્રોજન

Complication

PCOS થી પીડિત થવું નીચેની પરિસ્થિતિઓને વધારે છે, ખાસ કરીને જો સ્થૂળતા પણ એક પરિબળો હોય તો:

  • વધેલું રક્ત દબાણ
  • કોલેસ્ટ્રોલ અને લિપિડ અનિયમિતતાઓ, જેમ કે વધેલું ટ્રાગ્લિસેરાઇડ્સ અથવા ઓછા હાઇ-ડેન્સિટી લિપોપ્રોટિન (HDL) કોલેસ્ટ્રોલ, "સારું" કોલેસ્ટ્રોલ
  • ટાઇપ 2 ડાયાબિટીસ
  • C-રીએક્ટિવ પ્રોટિન, એક કાર્ડિયોવાસ્ક્યુલર રોગ માર્કર, ના વધેલા સ્તર
  • મેટાબોલિક સિંડ્રોમ, ચિહ્નો અને લક્ષણોનો સમૂહ જે કાર્ડિયોવાસ્ક્યુલર રોગના ખૂબ જ વધેલા જોખમને સૂચવે છે
  • નોનઆલ્કોહોલિક સ્ટેટોહેપેટાઇટિસ, એક ગંભીર લિવર બળતરા જે લિવરમાં ચરબીના સંગ્રહથી થાય છે
  • સ્લીપ એપ્નિઆ
  • અસામાન્ય ગર્ભાશય રક્તસ્રાવ
  • એસ્ટ્રોજનના સતત વધેલા સ્તરના જોખમના લીધે ગર્ભાશય થરનું કેન્સર (એન્ડોમેટ્રિકલ કેન્સર)
  • જેસ્ટેશનલ ડાયાબિટીસ અથવા ગર્ભાવસ્થા-પ્રેરિત ઉચ્ચ રક્ત દબાણ, જો તમે ગર્ભવતી થાઓ

સારવાર

પૉલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમની સારવારમાં સામાન્ય રીતે વંધ્યત્વ, હર્સ્યૂટિઝ્મ, ખીલ અથવા સ્થૂળતા જેવી તમારી વ્યક્તિગત મુખ્ય ચિંતાઓના પ્રબંધન પર ધ્યાન આપવામાં આવે છે.

દવાઓ

નીચેના માટે દવાઓનું સૂચન કરવામાં આવી શકે છે:

  • માસિકચક્ર નિયમન. જો તમે ગર્ભવતી થવાનો પ્રયાસ કરી રહ્યાં નથી, તો તમારા ડૉક્ટર સિંથેટિક એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સંયોજન ધરાવતી ઓછા ડોઝની ગર્ભનિરોધક ગોળીઓની ભલામણ કરી શકે છે. તે એંડ્રોજન નિર્માણને ઘટાડી અને તમારા શરીરને એસ્ટ્રોજનથી સતત થનાર અસરથી વિરામ આપે છે. આ એન્ડોમેટ્રિક કેન્સરના જોખમને ઘટાડે છે અને અસામાન્ય રક્તસ્રાવને ઠીક કરે છે.
  • વૈકલ્પિક રીતે દર મહિને 10 થી 14 દિવસ માટે પ્રોજેસ્ટેરોન લેવું મદદ કરશે. આ તમારા માસિક ચક્રને નિયમિત કરે છે અને એંડોમેટ્રિકલ કેન્સર સામે રક્ષણ આપે છે, પણ તે એંડ્રોજન સ્તરમાં સુધાર કરતું નથી.
  • કેટલાક લોકોને મેટ્ફોર્મિન સૂચવવાની જરૂર પડશે, જે ઇન્સ્યુલિન સ્તરને ઘટાડતી ટાઇપ 2 ડાયાબિટીસ માટેની મોઢાવાટે લેવાતી એક દવા છે. આ દવા ઓવ્યુલેશનમાં સુધાર કરે છે અને જેનાથી માસિક ચક્ર નિયમિત થાય છે. જો તમને પહેલાંથી ડાયાબિટીસ હોય તો મેટ્ફોર્મિન, ટાઇપ 2 ડાયાબિટીસ થવાની ગતિને ધીમી પણ કરે છે અને જો તમે ડાયેટ અને વ્યાયામ કાર્યક્રમનું પાલન પણ કરી રહ્યાં હોવ તો વજન ઉતારવામાં મદદ કરે છે.
  • ઓવ્યુલેશન. જો તમે ગર્ભવતી થવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ, તો અંડબીજ નિર્માણમાં મદદ માટે તમને દવાની જરૂર પડી શકે છે. ક્લોમીફેન સાઇટ્રેટ એ એક મોઢાવાટે લેવાતી એન્ટિ-એસ્ટ્રોજન દવા છે જે તમે તમારા માસિક ચક્રના પહેલા ભાગમાં લો છો. જો ક્લોમિફેન સાઇટ્રેટ એકલી અસરકારક નીવડતી નથી, તો તમારા ડૉક્ટર ઓવ્યુલેશનમાં વધારો કરવામાં મદદ માટે મેટ્ફોર્મિન ઉમેરી શકે છે.
  • ગર્ભવતી થવું. ક્લોમિફેન અને મેટ્ફોર્મિનનો ઉપયોગ કરવાથી આ શક્ય બની શકે છે. તમારા ડૉક્ટર ગોનાડોટ્રોફિન્સનો ઉપયોગ કરવાની ભલામણ કરી શકે છે — જે ફોલિકલ-સ્ટિમ્યુલેટિગ હોર્મોન (FSH) અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન (LH) દવાઓ છે જે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે.
  • વધારાના વાળની વૃદ્ધિ ઘટાડવી. તમને એન્ડ્રોજન નિર્માણને ઘટાડવા માટે ગર્ભનિરોધક ગોળીઓ અથવા ત્વચા પર એન્ડ્રોજન્સના પ્રભાવને અવરોધિત કરતી સ્પાઇરોનોલેક્ટોન (એલ્ડેક્ટોન) નામની બીજી દવા લેવાની ભલામણ કરવામાં આવી શકે છે. સ્પાઇરોનોલેક્ટોનને લીધે જન્મ સંબંધી વિકાર થઈ શકે છે, માટે દવાનો ઉપયોગ કરતી વખતે અસરકારક ગર્ભ નિરોધ જરૂરી છે અને જો તમે ગર્ભવતી હોવ અથવા ગર્ભવતી થવાની યોજના બનાવી રહ્યાં હોવ તો તેની ભલામણ કરવામાં આવતી નથી. એફ્લોરનિથાઇન (વેનિકા) એ બીજી દવા સંભાવના છે; એક ક્રીમ છે જે સ્ત્રીઓમાં ચહેરા પર વાળની વૃદ્ધિને ધીમી કરે છે.

સર્જરી

જો દવાઓ ગર્ભવતી થવામાં મદદ ન કરતી હોય તો PCOS થી પીડિત કેટલીક સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપિક ઓવેરિયન ડ્રિલિંગ નામની એક આઉટપેશન્ટ સર્જરી એક વિકલ્પ છે. જો તમે આ પ્રકારની સર્જરી માટે પાત્ર છો કે નહીં તે નિર્ધારિત કરવામાં તમારા ડૉક્ટર તમારી મદદ કરી શકે છે.

 

આ પ્રક્રિયામાં સર્જન તમારા પેટમાં એક નાનો ચીરો મૂકે છે અને એક નાના કેમેરા (લેપ્રોસ્કોપ)થી જોડાયેલ ટ્યૂબ નાંખે છે. કેમેરો સર્જનને તમારી ઓવેરિઝ અને પાસેના પેલ્વિક અવયવોની વિસ્તૃત છબી આપે છે. સર્જન પછી બીજા નાના ચીરા દ્વારા સર્જિકલ સાધનો નાખે છે અને ઓવરિઝની સપાટી પર ફોલિકલ્સમાં છિદ્રોને બાળવા માટે ઇલેક્ટ્રિક અથવા લેઝર ઊર્જાનો ઉપયોગ કરે છે. લક્ષ્ય ઓવ્યુલેશનને વધારવાનો છે.

અટકાવ

તમે જમો છો તે ભોજન અને તમારા પ્રવૃત્તિ સ્તર પર ધ્યાન આપીને PCOS ની અસરોને સરભર કરી શકાય છે:

  • અનુકૂળ વજન જાળવી રાખો. સ્થૂળતા ઇન્સ્યુલિન પ્રતિકાર-શક્તિને વધુ ખરાબ બનાવે છે. વજનમાં ઘટાડો ઇન્સ્યુલિન અને એંડ્રોજન સ્તર એમ બંનેને ઘટાડી શકે છે અને ઓવ્યુલેશનને પુનર્સ્થાપિત કરી શકે છે. કોઈપણ એકલ ચોક્કસ આહાર અભિગમ શ્રેષ્ઠ નથી, પણ કુલ કૅલરિ સેવનમાં ઘટાડો કરીને વજનમાં ઘટાડો કરવો પૉલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમથી પીડિત સ્ત્રીના સર્વાંગી આરોગ્યમાં ફાયદો કરી શકે છે. તમારા ડૉક્ટરને વજન-નિયંત્રણ કાર્યક્રમની ભલામણ કરવા કહો અને વજન ઉતારવાના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ માટે નિયમિત રૂપે ડાયટિશિયનને મળો.
  • આહાર ટેવમાં સુધારો લાવો. ઓછી ચરબીવાળો, ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ્સવાળો આહાર ઇન્સ્યુલિન સ્તરને વધારી શકે છે, તેથી જો PCOS હોય તો તમારે ઓછા કાર્બોહાઇડ્રેટવાળો આહાર લેવો આવશ્યક છે — અને જો તમારા ડૉક્ટર તેની ભલામણ કરે છે તો. કાર્બોહાઇડ્રેટ્સ પર ચુસ્તપણે પ્રતિબંધ ન કરો; તેના બદલે, મિશ્ર કાર્બોહાઇડ્રેટ્સ પસંદ કરો જેમાં વધારે ફાઇબર હોય. ભોજનમાં જેટલું વધારે ફાઇબર હોય છે, તેટલી જ ધીમેથી તેનું પાચન થાય છે અને તેટલી જ ધીમેથી તમારું રક્ત શર્કરા સ્તર વધે છે. ઉચ્ચ-ફાઇબરવાળા કાર્બોહાઇડ્રેટ્સમાં ઘઉંની બ્રેડ અને અનાજ, ઘઉંના પાસ્તા, ફાડા, જવ, બદામી ચોખા અને કઠોળ શામેલ છે. સોડા, વધારાનો ફળોનો રસ, કેક, કેન્ડી, આઇસક્રીમ, પાઇસ, કુકીઝ અને ડોનટ્સ જેવા ઓછા આરોગ્યપ્રદ, સામાન્ય કાર્બોહાઇડ્રેટ્સને મર્યાદિત કરો.
  • પ્રવૃત્તિ સ્તરમાં વધારો કરો. વ્યાયામ રક્ત શર્કરા સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. જો તમને PCOS છે, તો તમારી દૈનિક પ્રવૃત્તિમાં વધારો કરવો અને નિયમિત વ્યાયામ કાર્યક્રમમાં ભાગ લેવો ઇન્સ્યુલિન પ્રતિકાર-શક્તિને ઠીક કરવામાં અથવા તેને અટકાવવામાં અને તમારા વજનને નિયંત્રણમાં રાખવામાં તમારી મદદ પણ કરી શકે છે.

બાહ્ય લિંક્સ/સંદર્ભો