શું એન્જાઇના હૃદય રોગ છે ?

Dr. Kamlesh Shah MD
perm_contact_calendar 6 months ago
Public
visibility 258 Views
thumb_up 48 Likes
 
શું એન્જાઇના હૃદય રોગ છે
એન્જાઇના
heart attack
anjina
Myocodial Infarction

 જયારે કોરોનરી ધમની ની કોઈપણ શાખા બિલકુલ જ બંધ થઇ જાય ત્યારે હૃદય સ્નાયુઓના જે તે ભાગે રક્ત પુરવઠો તદ્દન અટકી જાય છે (જેટલા ભાગમાં કોરોનરી ધમની લોહી પહોંચાડતી હોય તેટલા ભાગમાં) આથી હૃદય સ્નાયુઓનો તે ભાગ તત્કાળ મૃતપ્રાય બને છે જેને તબીબી ભાષામાં Myocodial Infarction અને સામાન્ય ભાષામાં હાર્ટ એટેક તરીકે ઓળખવામાં આવે છે. એન્જાઈનની સરખામણીમાં હૃદયરોગ નો હુમલો વધારે ગંભીરતા ધરાવે છે. હવે કોરોનરી ધામની જે બંધ થઇ હોય તે રીતે હાર્ટ એટેક ઓળખાય છે.

દા:ત : RCA જમણી કોરોનરી ધમની બ્લોક થાય તો જમણી કોરોનરી હૃદય રોગ તે રીતે બીજી કોરોનરી ધમનીઓ.

હૃદય રોગોના હુમલાનાં ચિન્હો :-

(1) છાતીના મધ્યભાગમાં Sternum (ઉરો સ્થિતિની) પાછળ સતત દુખાવો ભીંસ દબાણ ભાર કે બળતરામાં અનુભવ થવો.

(2) છાતીનો દૂખાવો આરામ કરવાથી કે નાઈટ્રૉગ્રિસલીનની ગોળી લેવાથી પણ મટતો નથી.

(3) આ દુખાવો ખભા, ગરદન, નીચલા જડબા, દાંત, હાથ, પીઠના ભાગ પ્રસરે છે.

(4) આ દુખાવો ગેસ, અપચો, એસીડીટી જેવો લાગે છે ઘણા એટલે થાય ખાય છે.

(5) શ્વાશમાં અડચણ અનુભવાય છે. નબળાઈ, ફિક્કાસ જણાય છે - અશક્ત શરીર થાય છે.

(6) ઝાડા, ઉલટીઓ થઇ શકે છે.

(7) ગભરાટ, ગભરામણ, મૂંજવણ જેવું લાગે છે. ચક્કર, અંધારા આવવા તેવું લાગે છે.

(8) ઉપરનાં એક કે તેથી વધારે ચિન્હો જોવા મળે છે.

હૃદય રોગનો દુખાવાનો ગેસ, એસીડીટી માની ઘરે બેસી રહેવાથી રોગ સારવારના અભાવે વણસી શકે છે.

- વ્યક્તિ વ્યક્તિએ રોગનાં ચિન્હોમાં તફાવત રહેલો હોય છે.

- ડાયાબિટીસના દર્દીને છાતીના દુઃખાવાની માત્રા નહિવત હોય છે, મુંજારો શ્વાશ લેવામાં તકલીફ વધારે જણાય છે. અથવા કેવળ શ્વાશ ચડવો પણ હૃદય રોગ હોઈ શકે છે.

એન્જાઇના અને હૃદય રોગના હુમલાના ચિન્હોમાં તફાવત

(1) એન્જાઇનાનો દુ:ખાવો લાંબો ચાલતો નથી થોડા સમય માટે અને શારીરિક પ્રવૃત્તિ કે માનસિક રીતે આવેગ ઘયવથી સાથે ઓછો થાય છે.

આવું હૃદય રોગના હુમલામાં બનતું નથી. સંપુણઁ આરામ કરવા છતાં હાર્ટ એટેકનો દુ:ખાવો આછો થતો નથી.

(2) એન્જાઈનો દુ:ખાવો જીભ નીચે નાઇટ્રોગ્લીસરિનની દવા મૂકતાં જ કાબુમાં આવી જાય છે. હ્રદયરોગના

હુમલામાં ગોળીઓ લેવા છતાં દુ:ખાવો મટતો નથી.

(3) એન્જાઈનો દુ:ખાવો માંડ પંદરેક મિનિટ જેટલો ચાલે છે. જ્યારે હૃદય રોગના હુમલાનો દુ:ખાવો

ઘણાકલાકો ચાલતા હોય છે. આ દુ:ખામાં ચ-ઉતર થાય વચ્ચે દર્દીને બિલકુલ સારું લાગે અને ફરી દુ:ખાવો

ઉપડે એવું બનતું હોય છે.

(4) કાર્ડીઓગ્રામ, એન્જાઈના દુ:ખાવા સમયે નોર્મલ આવી શકે અથવા સામાન્ય ફેરફાર દેખાય. હૃદયરોગના

સામાન્ય રીતે કાર્ડીઓગ્રામાં ફેરફારો આવે છે કદાચ પ્રથમ કાર્ડિયોગ્રામ નોર્મલ આવે અડધો કલાક પછીનો

કાર્ડિયોગ્રામ સામાન્ય આવતો નથી.