સારણગાંઠ (હર્નિયા)

Dr. Tapan Shah MS
perm_contact_calendar 7 months ago
Public
visibility 826 Views
thumb_up 78 Likes
 
સારણગાંઠ
હર્નિયા
hernia


સારણગાંઠ - હર્નિયા (Hernia) એટલે શું?

લોકોમાં ખોટી માન્યતાઓ હોય છે કે સારણગાંઠ - હર્નિયા(Hernia) એટલે “ગાંઠ”

જો તમને પેટના નીચેના ભાગમાં લાંબા સમય ઉભા રહેવાથી દુ:ખાવો થતો હોય અથવા ગાંઠ જેવું બહાર આવતું હોય તો તે સારણગાંઠ- હર્નિયા હોઈ શકે છે.

સારણગાંઠ – વધારે વજન ઉપાડવાથી, વધારે ચાલવાથી, સાયકલ ચલાવાથી, પેશાબ કે સંડાસમાં જોર કરવાથી અથવા લાંબા સમયથી કફ (ખાંસી/ઉધરસ) થી થાય છે.

સારણગાંઠ એટલે પેટના નીચેના ભાગના સ્નાયુઓ નબળા પડી જવાથી આંતરડા અથવા આંતરડાની ચરબી બહાર આવે તેનાથી થતો દુ:ખાવો અથવા ગાંઠ.

સારણગાંઠ સામાન્ય રીતે ત્રણ પ્રકારના જોવા મળે છે.

1. Inguinal Hernia– પેટ નીચેના ભાગમાં થતા Hernia.

2. Umbilical or Para umbilical Hernia– નાભિના ભાગમાં થતા Hernia.

3. Incisional Hernia–પહેલા કોઈ ઓપરેશન થયું હોય અને ટાંકા ઢીલા થઇ જવાથી થતું Hernia.

Inguinal Hernia

નાના બાળકો ને પણ થઇ શકે છે, શુક્રપિંડ (ટેસ્ટીકલ્સ) પેટમાં બનીને વૃષણ કોથળી (Serotum) માં સામાન્ય રીતે આવતા હોય છે, જેની સાથે પેટની આવરણ (Peritoneum – processes Vaginalis) આવે છે જે સમય જતા બંધ થઇ જાય છે જો તે બંધ ન થાય તો જે Hernia થાય તેને Inguinal હર્નિયા કહેવામાં આવે છે. જેના માટે સામાન્ય રીતે બાળક 1 વર્ષનું થાય તે પછી ઓપરેશનની જરૂર પડે છે. નાના બાળકોમાં જાળી મૂકવાની જરૂર પડતી નથી.

Umbilical Hernia

નાભીના ભાગમાં સ્નાયુ નબળા પડી જતા ત્યાંથી આંતરડું, તેનો ભાગ અથવા તેની ચરબી (omentum) બહાર આવે છે. તેના કારણોમાં સામાન્ય રીતે સ્ત્રીઓમાં પ્રેગનેન્સી પછી અથવા વધારે વજન વાળા સ્થૂળ (obese) વ્યક્તિમાં થતું જોવા મળે છે. તેના માટે ઓપરેશન કરીને સ્નાયુમાં ટાંકા લઈ ને જાળી મુકવામાં આવે છે.

Incisional Hernia

કોઈ પણ incision માંથી બહાર આવે એટલે કે પહેલાં કોઈ શસ્ત્રક્રિયા (Operation/Surgery) કરાવેલી હોય અને તેમાંથી બહાર આવતાં Herniaને Incisional Hernia કહેવાય છે. સામાન્ય રીતે ટાંકા ઢીલા પડવાથી અથવા કોઈ Associated Disease ના કારણે થવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે ગાયનેક procedure (ઓપરેશન તથા પેટના મોટા operation) પછી Incisional Hernia ની શક્યતા વધારે હોય છે.

જો સમયસર સારવાર (ઓપરેશન) ના કરવામાં આવે તો આંતરડું અટકી જવું, સંડાસ બંધ થઇ જવું, ઉલ્ટીઓ થવી અથવા અસહ્ય દુ:ખાવો થવો – તેવી તકલીફો થઈ શકે છે.

આધુનિક તબીબી વિજ્ઞાનના વિકાસ ના કારણે હવે ઓપરેશનમાં જાળી મુકીને સ્નાયુઓને વધારે મજબૂત કરવામાં આવે છે અને દર્દીને વધારે દિવસ હોસ્પિટલમાં પણ દાખલ રહેવું પડતું નથી.

તમને અથવા તમારા ઘરમાં કોઈને ઉપર જણાવ્યા પ્રમાણેની તકલીફ હોય તો જરૂરથી ડોક્ટર ને બતાવો.

for more details visit drtapanshah.in