Obesity : ઓબેસિટી એટલે શું

Dr. Kamlesh Shah MD
perm_contact_calendar 2 months ago
Public
visibility 337 Views
thumb_up 36 Likes
 
ઓબેસિટી એટલે શું
Obesity

ઓબેસિટી એટલે શું?

જયારે વ્યક્તિનો શરીરનો BMI બોડી માસ ઇન્ડેક્સ - 30 થી વધારે હોય તો તેને ઓબેસિટી કહેવાય.

BMI> 30KG /M2 

BMI = વ્યક્તિનનું વજન kg માં - ભાગ્યા - સ્કવેર વ્યક્તિનની ઉંચાઈ મીટરમાં આ વ્યક્તિનના શરીરમાં વધારાની ફેટ જમા થાય છે અને સ્ટોરેજ થાય છે, જેની શરીર ઉપર નકારાત્મક અસર થાય છે.

કારણો :

ખુબજ વધારાનો ખોરાક

કસરતો અભાવ

વારસાગત 

આડ અસરો :-

હૃદયરોગ,

હાઈ બ્લડ પ્રેશર

ટાઈપ -2 ડાયાબિટીસ

Obstructive sleep apnea

કેન્સર ની કેટલીક જાતો

સાંધામાં ઘસારો

હતાશા 


Gestroscopic Bariatric Procedures

અત્યાર સુધી આપણો દૂરબીન વિષે જાણતા હતા - દૂરબીન દ્વારા આપણી હોજરી અને આંતરડા નો શરૂઆતનો ભાગ જોઈ શકાય જેમાં વિવિધ રોગો જેવા કે અન્નનળીમાં ચાંદા, સાંકળી થવી, હોજરીમાં નાના અલ્સર, લોહી પડવાના કારણો. આંતરડાનો શરૂઆતનો ભાગ આ બધું હવે Upper GI endoscopy તરીકે ઓળખાય છે. ગુજરાત માં ઠેર ઠેર વ્યક્તિને જાગૃત અવસ્થામાં કરવામાં આવે છે તેના દ્વારા સારવાર પણ અપાય છે

આ લેખ દ્વારા વાત કરવી છે obesity ની આધુનિક સારવાર (જાળવની) કોઈપણ જાતના પેટ ઉપર કાપા વગર શરીરમાંના અંદરના સ્ત્રાવોમાં બદલાવ લાવ્યા વગર, મોં દ્વારા (endoscopy) નળી-દૂરબીન ઉતારી હોજરીને ઉભી અથવા આડી સાંકડી કરી, માત્ર એક દિવસ માટે હોસ્પિટલમાં દાખલ રાખી, વજન ઘટાડવાની પદ્ધતિ 2016 થી ગુજરાતના અમદાવાદમાં શરૂ કરવામાં આવી છે. આપને જાણીને નવાઈ લાગશે કે આખી દુનિયા જાડાપણામાં obesity માં આપનો ત્રીજો નંબર છે. આના કારણે અનેક પ્રશ્નો જેવાકે પગના સાધનો ઘસારો જેથી ચાલી ન શકાય, મેટાબોલિક સિંડ્રોમ જેમાં, ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ, હૃદયરોગ પ્રશ્નો ઉભા થાય છે આ જાડા પણને દૂર કરવા મોટા ભાગની પદ્ધતિ જેવી કે હોજરીમાં બલૂન મૂકી તેની કેપેસિટી ઓછી કરવી, અથવા હવે ચીરો મુક્યા સિવાય દૂરબીન દ્વારા હાજરીના કદને નાનું કરવા માટે છેલ્લા 2 - 3 વર્ષ થી સફળતાપૂર્વક પ્રયત્નો થઇ રહ્યા છે જેને ઉપર જણાવ્યા

પ્રમાણે Gastroscopic bariatric procedure કહેવામાં આવે છે જેમાં endoscopic sleeve gastroplasty કહેવામાં આવે છે (ESG)

આ પદ્ધતિના ફાયદા :-

* હોજરીને નાની (કદમાં) કરવામાં આવે છે

* કોઈ જાતનો પેટ ઉપર ચીરો - કે ચીરા મુકવામા આવતા નથી - હોજરી ની અંદર ટાંકા લેવામાં આવે છે

* આ પ્રકારની પદ્ધતિ પછી 6 મહિનામાં 40 થી 50% વજનમાં સરેરાશ ઘટાડો થાય છે -

* હોજરીના વોલ્યુમમાં 60 થી 70 ટકા ઘટાડો કરી શકાય છે.

* ખોરાક હોજરીમાંથી આંતરડામાં ધીમે ધીમે જાય છે એટલે ભૂખ લાગવામાં પ્રશ્નો ઓછા થઇ જાય છે

* આ પદ્ધતિમાં હોજરીના મુખ (Fundus) ને અડકવામાં આવતું નથી -

* જે ઓને ઓપરેશનનો ડર છે નેઓ માટે આ પદ્ધતિ ફાયદાકારક છે

હોજરીના મોટા ભાગના - sreatre Carvature ને ટાંકા વડે સાંકડું કરવામાં આવે છે

આ પધ્ધતિ દ્ધારા 1-3 દિવસ માં રિકવરી થાય છે અને આડઅસર નહિવત છે. બધો ખોરાક લઈ શકે છે.

વજન ઘટાડવામાં આવતી મુશ્કેલીઓ

(1) કેટલો ખોરાક ઘટાડવો? કેટલી ભૂખ મારવી ?

(2) બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ, સાંધાનો દુઃખાવો પાછળ પડી ગયા છે

(3) ચાલી શકાતું નથી, શ્વાશ ચઢે છે.

(4) ખોરાક દવાઓ જીમ વધુ કર્યા પછી વજનમાં ખાસ ઘટાડો થતો નથી -

(5) વજન ઘટાડવા /મેડિકલના બીજા રોગો થી બચવા bariatric સર્જરી ઉત્તમ છે જેમાં endoscopic Bariatric સર્જરી આધુનિક છે.