નસકોરા – ઓબસ્ટ્રક્ટીવ સ્લીપ એપ્નીયા (OSA)

Dr. Shaishav Sakhidas MS
perm_contact_calendar 8 months ago
Public
visibility 617 Views
thumb_up 101 Likes
 
નસકોરા
ઓબસ્ટ્રક્ટીવ સ્લીપ એપ્નીયા
OSA
obstructive sleep apnea
સ્લીપ એપ્નીયા

Obstructive Sleep Apnea (Part -1) 


નસકોરા શું છે ?

નસકોરા એ ઊંઘ દરમિયાન શ્વાસોચ્છવાસના કારણે શ્વસનમાર્ગની ચામડી તથા સ્નાયુના વાઈબ્રેશનને કારણએ ઉત્પન્ન થતો અવાજ છે જે ઊંઘ દરમિયાન શ્વસનમાર્ગના સ્નાયુઓ શિથિલ થવાથી થાય છે.

શું નસકોરા બોલવા સામાન્ય છે ?

નસકોરા બોલવા એ ઘણાં સાહજિક છે પણ એ ઘણાં લોકોને સ્લીપ એપ્નીયા, જે એક પ્રકારની ઊંઘની બીમારી છે એની જોડે સંકળાયેલ હોય છે.

સ્લીપ એપ્નીયા શું છે ?

સ્લીપ એપ્નીયા એ ઊંઘ દરમિયાન શ્વાસોચ્છવાસનો અટકાવ થવાની બીમારી છે રાત્રી દરમિયાન ગળાના ભાગમાં આવેલ સ્નાયુઓ શિથિલ થવાથી શ્વસનમાર્ગ બંધ થતાં શ્વાસોચ્છવાસ બંધ થાય છે. જેને લીધે છાતીમાં ભીંસ, ગભરામણ, શ્વાસ રૂંધાય છે અને શરીરમાં ઓક્સિજનની ઉણપ વર્તાય છે.

શ્વસન માર્ગમાં અવરોધને કારણે થતાં આ સ્લીપ એપ્નીયાને OSA (ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીયા) કહેવાય છે.

ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીયાની યોગ્ય સારવારના અભાવે થતાં જોખમો

૧. યોગ્ય દવા લેવા છતાં બ્લડપ્રેશરમાં વધારો રહેવો.

૨. હૃદયના ધબકારા અનિયમિત થવા.

૩. હૃદયની બીમારીનો વધારો થવો.

૪. મગજને લગતી બીમારીમાં વધારો થવો જેમ કે લકવો થવો, ખેંચ આવવી.

૫. અચાનક ઊંઘ દરમિયાન મૃત્યુ થવું.

૬. દવા લેવા છતાં પણ ડાયાબિટીસ નિયંત્રણમાં ન રહેવો.

૭. જાતીય જીવનમાં ખલેલ પહોંચવી તથા નપુંસકતા આવવી.

૮. વાહન અકસ્માત થવો.

૯. દિવસ દરમિયાન ઊંઘ આવવી.

૧૦. સતર્કતા ઓછી થવી.

ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીયાના લક્ષણો

૧. દિવસ દરમિયાન ઊંઘતા રહેવું, થાક લાગવો, આળસ આવવી.

૨. યાદશક્તિ અને ધ્યાન શક્તિ ઓછી થવી.

૩. રાત્રે ઊંઘમાં નસકોરા બોલવા અને ઊંઘમાંથી વારંવાર જાગી જવું,

૪. રાત્રે ગભરામણ થવી, પરસેવો થવો અથવા છાતીમાં ભીંસ આવવી.

૫. રાત્રે ઊંઘમાંથી ઉઠ્યા પછી માથું ભારે લાગવું, સુસ્તી લાગવી, શરીર કળતર થવું.

૬. વાહન ચલાવતા ચલાવતા સુઈ જવું અને વારંવાર ઝોકા આવવા.

ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીયા કોને થઇ શકે છે ?

૧. મેદસ્વીતાપણું

જે વ્યક્તિના શરીરમાં ચરબીની માત્રા વધારે હોય તેવી વ્યક્તિને સ્લીપ એપ્નીયા થવાનું જોખમ વધે છે. ગળાના ભાગમાં ચરબીનો થર જામવો.

૨. શારીરિક બદલાવ

સાંકડો શ્વસનમાર્ગ, જીભ જાડી હોવી, નાનું જડબું હોવું, ગળામાં કાકડા હોવા.

૩. ઉમર

વધતી ઉમરના લીધે શ્વસનમાર્ગના સ્નાયુઓની શિથિલતા વધે છે તથા ચરબીનું પ્રમાણ વધે છે જેના લીધે શ્વસનમાર્ગમાં અવરોધ આવે છે.

૪. દવાઓ અને આલ્કોહોલનું સેવન

દારૂ અને ઊંઘની દવાઓના સેવનથી શ્વસનમાર્ગના સ્નાયુઓની શિથિલતામાં વધારો થાય છે.

૫. નાકમાં મસા

નાકમાં મસા હોવા, પડદો ત્રાંસો હોવો તથા એડેનોઈટ્સ હોવા.


For more details visit:  https://matulyaent.com