કોરોનરી એન્જીઓગ્રાફી - વિશ્લેષણ

Dr. Kamlesh Shah MD
perm_contact_calendar 4 months ago
Public
visibility 263 Views
thumb_up 41 Likes
 
કોરોનરી એન્જીઓગ્રાફી
હૃદયરોગની તપાસ
એન્જીયોપ્લાસ્ટ
angiography
angioplasty
Medicated stent
coronary artery disease


કોરોનરી એન્જીઓગ્રાફી એન્જીઓ પ્લાસ્ટર, સ્ટેન્ટ/નળી કે બાયપાસસર્જરી હવે સામાન્ય શબ્દો બનતા જાય છે.

મારે તો એક નળી, બે નળી, ત્રણ નળી અને પાંચ નળીઓ બ્લોક હતી. આમ સમાજ માં ચર્ચા ચાલે છે,

દરેકનું સાદી ભાષામાં વિશ્લેષણ કરીએ, ઘણી વખત કેટલાક નિર્ણયો આપરેશન થિયેટરમાં/કેથલેબમાં લેવાના હોય છે. ત્યારે વાસ્તવિકતા સમજીએ। કોરોનરી એન્જીઓગ્રાફી કર્યા બાદ હ્ર્દયની ત્રણ નળીઓ પૈકી એક નળી બંધ હોય તો નેવું ટકા કરતા વધારે તુરંત એનજીઓ પ્લાસ્ટરનો નિર્ણય લેવાય તે દર્દીના હિતમાં હોય છે. તે જ પ્રમાણે બાયપાસ સર્જરીમાં ત્રણ નવી પાંચ નવી નળીઓ નાખી તેમાં રોગની ભયકરતાનો ખ્યાલ નથી - સર્જને જે તે સમયે નિર્ણય લેવાનો હોય છે.


કોરોનરી એન્જીઓગ્રાફી :

હૃદય એક સ્નાયુ છે જે મિનિટમાં 70 થી 80 વાર ધબકે છે. અને હૃદયને તેમજ આખા શરીરને લોહી પહોંચાડે છે.

જમણી કોરોનરી :- આર.સી.એ. (2) ડાબી કોરોનરી - ડિસેન્ડીગ ધમની। એલ.એ.ડી. અને ડાબી સર્કમફ્લેક્ષ ધમની એલ.સી.આર.

પહેલા થાપાના ભાગની ધમનીમાંથી અને હવે હાથની ધમનીમાંથી કથેટર પસાર કરી હૃદયની મુખ્ય ધમની સુધી પહોંચી શકાય છે. ત્યારબાદ ડાઈ ના ઇન્જેકશનો ક્રમશ: નાખવાથી ઉપરોક્ત બતાવેલ હૃદયની બધી જ ધમનીઓ જોઈ શકાય છે. આ પ્રક્રિયાને કોરોનરી એન્જીઓગ્રાફી કહેવાય. આ પ્રક્રિયા સરળ છે, પણ આ રોગની સારવાર નથી. ફક્ત તપાસ છે, જેના દ્વારા હૃદયની નળીઓના અવરોધો જાણી શકાય છે. આ તપાસ કોણે કરાવવી જોઈએ.

(1) એન્જીના - છાતીમાં દુઃખાવો થોડા અંતરે ચાલતા થાય અને ઉભા રહેવાથી બેસી જાય, વળી પાછું થોડુંક ચાલી શકાય તેને.

(2) હૃદયરોગની તપાસ પૈકીની એક તપાસ, ટી.એમ.ટી. ટેસ્ટ પોઝિટિવ આવે તે દરેકને.

(3) છાતીમાં દુઃખાવાના દર્દનું નિદાન થતું ન હોય તેને.

(4) જે વ્યક્તિ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાઈકોલેસ્ટ્રોલથી પીડાતો હોય. જેના કુટુંબમાં હૃદયરોગથી જુવાન ઉંમરે અચાનક મૃત્યુ થયું હોય તે તમામને

(5) હૃદયના વાલ્વની કે બીજી કોઈ તકલીફની સારવાર કરાવવાની હોય અને વ્યક્તિની ઉંમર 45 કરતા વધારે હોય તે તમામની.


એન્જીયોપ્લાસ્ટ :- 

કોરોનરી ધમનીમાં અવરોધ થવાનું મુખ્ય કારણ કોલેસ્ટ્રોલની ચિપ્સ (તેમાં રહેલું કેલ્શિયમ),

નળીમાં પડેલી તિરાડ અને તેમાં લસિકા કણોનું ભેગું થવું (Platelets) વિગેરે જવાબદાર છે.

હવે હાથ ની નળી દ્વારા એનજીઓગ્રાફીની જેમ કેથેટર પસાર કરી ત્યાર બાદ તે દ્વારા જ બલૂનવાળી નળી અવરોધ સુધી પહોંચી, બલૂનને ફુલાવી ત્યાં ઉત્પન્ન થયેલા અવરોધોની સાફસૂફી કરવાની પ્રક્રિયાને એન્જીયોપ્લાસ્ટ કહેવામાં આવે છે. આપણા દેશમાં જુવાન વયે એકાદ નળીમાં ગઠ્ઠો થતા અવરોધ ઉત્પન્ન થાય અને હૃદયરોગ થાય છે તે સામાન્ય બનતું જાય છે. હૃદયના સ્નાયુને લોહી મળતું બંધ થઇ જાય તો પમ્પીંગ નબળું પડે છે જેને એન્જીયોપ્લાસ્ટ દ્વારા અટકાવી શકાય છે.

એન્જીયોપ્લાસ્ટ તથા સ્ટેન્ટ :- ઉપરોક્ત પ્રક્રિયા બાદ હૃદયની નળી સાફ થઇ જાય, કોરોનરી ધમની ખુલી જાય, જે તે જગ્યાએ થોડા સમય પછીથી ફરીથી અવરોધ થવાની શક્યતા છે. આ ન થાય તે માટે એન્જીયોપ્લાસ્ટ સમયે જે બલૂન દ્વારા કોરોનરી ધમનીમાં જે ભાગમાં ગઠ્ઠાની સાફ સૂફી થાય ત્યાં જાળી (સ્ટેન્ટ) મૂકી દેવામાં આવે છે આ કરવાથી જે તે જગ્યાએ ફરીથી લોહી જામવાની શક્યતા નહિવત રહે છે. હવે તો Medicated stent/ દવાવાળા સ્ટેન્ટ આવે છે જે લોહીને જામતું અટકાવે છે. હા - તેની કિંમત સામાન્ય સ્ટેન્ટ કરતા વધારે છે.