એન્જીયોપ્લાસ્ટ તથા બાયપાસ સર્જરીમાં શું તફાવત છે?

Dr. Kamlesh Shah MD
perm_contact_calendar 1 month ago
Public
visibility 187 Views
thumb_up 17 Likes
 
એન્જીયોપ્લાસ્ટ તથા બાયપાસ સર્જરીમાં શું તફાવત છે?
બાયપાસ સર્જરી
એન્જીયોપ્લાસ્ટ
એન્જીઓગ્રાફી
bypass surgery
angioplasty
angiography

કોરોનરી બાયપાસ સર્જરી :-

બાયપાસ એટલે જ્યાં અવરોધ હોય તેને ત્યાં રહેવા દઈ નવો રસ્તો કરવો (ડાયવર્જન) હૃદયની નળીઓમાં જ્યાં બ્લોક હોય તેની પાછળ નવી નળીઓ હૃદયની મુખ્ય ધમની સાથે જોડવામાં આવે છે આ નવી નળીઓ વ્યક્તિના શરીરમાંથી લેવામાં આવે છે એક નળી તો હૃદયની બાજુમાં આવેલી છે જેને Internal Memmory artery કહેવાય છે. જરૂર પડે હાથમાં, લેવામાં આવે છે. દરેકના પેકેજ અલગ અલગ છે. પગમાંથી જે નળી લેવામાં આવે છે તે શીરા કહેવાય છે. હાથમાં હૃદયની બાજુની નળીને ધમની કહેવાય છે. શીરા કરતા ધમનીનું આયુષ્ય વધારે હોય છે. ફરીથી નળી બ્લોક થવામાં કહેવાય છે કે શીરાનું આયુષ્ય આશરે 10 વર્ષ હોય છે ત્યારે ધમનીનું આયુષ્ય 20 વર્ષ ચાલી શકે છે. જો તમે કોરોનરી રિસ્ક ફેકટરોને સમજો તો.

આપએ ત્યાં હૃદયની નળીઓ ટૂંકી અને દૂરદૂર સુધી અવરોધો ઉત્પન્ન કરનારી હોય છે. આથી એક કરતા વધુ નળીઓમાં બ્લોક હોય તો બાયપાસ સર્જરી વધુ હિતવાહ છે. એન્જીયોપ્લાસ્ટ તથા બાયપાસ સર્જરીમાં શું તફાવત છે?

એન્જીયોપ્લાસ્ટ :- ફાયદા :-

(1) હૃદયની એક કે બે નળીમાં મુખ્ય નળીની નજીક અવરોધ હોય તો હૃદયરોગ થયા પછી 30 થી 45 વર્ષની ઉંમરની વ્યક્તિને હોસ્પિટલમાં રજા આપતા પહેલા.

(2) હૃદયરોગનું નિદાન થયાના 120 મિનિટમાં જો તમો cathlab વાળી હૃદયરોગની સારવાર કરતી નિષ્ણાંત હોસ્પિટલમાં પહોંચી જય શકાય તો - હૃદયને નુકશાન થતા પહેલા એન્જીયોપ્લાસ્ટ કરી શકાય છે જેને Primary angioplast કહેવાય છે.

(3) આ ઓફિસ પ્રોસિજર કહેવાય. હૃદયના સ્નાયુઓને નુકશાન ન થયું હોય તો 3-4 દિવસમાં કામ ધંધાએ લાગી શકાય છે અને હૃદયરોગ થયા પછી કરવામાં આવે તો 1 મહિના પછી કામેં લાગી શકાય છે.

(4) હોસ્પિટલમાં રહેવાના દિવસો ઘટી જાય છે.

ગેરફાયદા :-

(1) આ પ્રોસિજર કરાવ્યા બાદ જે તે નળીમાં અવરોધ ફરીથી થઇ શકે છે.

(2) જ્યાં અવરોધ હોય અને લોહીનો ગઠ્ઠો પથ્થર જેવો હોય તો નળી સંપુણઁ ખુલી શકતી નથી.

(3) બલૂન કરતા ગઠ્ઠાંનાં નાના રજકરણો ઉત્પન્ન થાય છે. જેને સાફ કરવા ઇન્જેકશનો વાપરવા પડે છે. જેની કિંમત રૂ.30,000/- થી રૂ.40,000/- થઇ શકે છે. જે પેકેજમાં હોતું નથી એટલે વધારાના આપવા પડે છે. પરંતુ દર્દીના હિતમાં છે.

એન્જીઓગ્રાફી સાથે જોડાયેલા ટમટમિયાં :-

* સીતેર વર્ષની વ્યક્તિને એનજીઓગ્રાફીમાં નળીઓમાં બ્લોક આવે કે એવું હોતું નથી.

* કોરોનરી એન્જીઓગ્રાફી તપાસ માત્ર છે જેનાથી અવરોધો ખબર પડે છે. તે સારવાર નથી.

* એન્જીયોપ્લાસ્ટ સ્ટેન્ટ કે બાયપાસ એટલે નવું હૃદય મળતું નથી. હ્ર્દયના સ્નાયુઓને લોહી મળે તે પ્રક્રિયાઓ કહેવાય છે. (Revascularization)

* જે કારણોને લઈને કોલેસ્ટ્રોલની ચિપ્સ લોહીનો નવો ગઠ્ઠો બનાવે છે તે કારણો શરીરમાંથી નાબૂદ ન થાય તો નવી નળીઓ પણ બ્લોક થઇ જાય છે.

* હવે સ્ટેમસેલ થેરાપી દ્વારા હૃદયરોગની સારવાર તથા Mica સર્જરી વાસ્તવિકતા બનતી જાય છે. છાતી ઉપર વચ્ચેથી કાપ્યા સિવાય - નાના નાના ત્રણ ચાર ચીરા દ્વારા સર્જરી. થોડોક વધારે ખર્ચ પણ વ્યક્તિઓ સ્વીકારતા થાય છે.