આધુનિક સ્ટેપ્લર પદ્ધતિથી મસાનું ઓપરેશન

Dr. Tapan Shah MS
perm_contact_calendar 1 week ago
Public
visibility 51 Views
thumb_up 7 Likes
 
piles treatment
piles
open hemorrhoidectomy


મસા (પાઈલ્સ)

એક સામાન્ય રૂપે જોવા મળતી સમસ્યા મસા ના વિવિધ પ્રકાર છે.

ગ્રૅડ3 અને 4 માટે ઓપરેશન કરવાની જરૂર પડે છે.

મસાની સારવારની પધ્ધતી

ઓપન હેમરાઈડેક્ટોમી


આમાં હરસને કાપીને દૂર કરવામાં આવે છે.
આમાં ઓપરેશન પછી 2-3 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવે છે.
3 ખુલ્લા જખમ રહેશે.
2-3 અઠવાડિયા દુઃખાવો રહે છે.
2-3 અઠવાડિયા ડ્રેસિંગ કરવું પડે છે.
સ્વસ્થ થવામાં 4-5 અઠવાડિયા જરૂર પડે છે.
વારંવાર ફોલો અપ ની જરૂર પડે છે 

હેમરાઇડ્સ (મસા) માટેની ઓછી આક્રમક પ્રક્રિયા.


આમાં હરસને ગુચ્છાને ઉંચકીને એને હેમરાઈડલ સ્ટેપ્લર વડટ સ્ટેપ્લર કરી ને ન જોયતો ભાગ કાઠવામાં આવે છે. દર્દ રહિત સર્જરી થાય છે.
એક દિવસની પ્રક્રિયા
ખુલ્લા જખમ નહિ રહે
ઓછામાં ઓછો દુઃખાવો
ડ્રેસિંગની જરૂર નથી
સ્વસ્થ થવામાં 4-5 દિવસ લાગે છે.
ફોલો અપ ની જરૂર નથી

M.I.P.H. એટલે કે આધુનિક સ્ટેપ્લર પદ્ધતિથી મસાનું ઓપરેશન

હેમરોઈડલ સ્ટેપલર

Meril Endo - surgery કંપની દ્વારા તૈયાર કરાયેલ આ અદ્યતન સાધન વડે લટકેલા અને જુના મસા દૂર થઇ શકે છે. ઓપરેશનની કાપકૂપ વગર અંદરની આંતરડાની સપાટી અને બહારની તંદુરસ્ત ત્વચા બંનેને નજીક લાવીને આ સાધનની મદદથી અંદરના પડમાં એક સાથે 28 સ્ટેપલ લગાડવામાં આવે છે. કોઈપણ શસ્ત્રક્રિયા વગર નવો માર્ગ તૈયાર થઇ જાય છે.

મસા માટે કરવામાં આવતી અદ્યતન પદ્ધતિ (M.I.P.H.) સ્ટેપલીગ પદ્ધતિના ફાયદા

લોહી ગુમાવ્યા વગરની સરળ પદ્ધતિ, જેમાં દર્દ ઘણું જ ઓછું થાય છે.

ટાકા વગર, બહારના ઘા વગર.

હોસ્પિટલમાં ફક્ત 1 જ દિવસ રહેવું પડે. (જૂની પદ્ધતિમાં 3 થી 5 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે.)

ઓપરેશન પછી ડ્રેસિંગ કરાવવાની જરૂર રહેતી નથી.

કામકાજ પર વહેલા જય શકાય છે.

આરામની જરૂર વગર બધી ક્રિયાઓ સત્વરે થઇ શકે છે.

ઝડપથી ચાલતા થઇ શકાય છે.

ઓપરેશન થયા પછી દર્દીની કોઈપણ પ્રકારની સારસંભાળ રાખવાની જરૂર રહેતી નથી.

મળમાર્ગ સેંકડો થઇ જવાની અને ઝાડા કે ગેસનો કંટ્રોલ જવાની શક્યતા જ નથી.

2 થી 4 ડિગ્રી સુધીના બધા જ પ્રકારના મસા માટે અતિ ઉત્તમ.

સયાબીટિસ, હ્રદયરોગ તથા બી.પી. દર્દીઓ માટે પણ આ ઓપરેશન પદ્ધતિ સમ્પુણઁ સલામત છે.

ગર્ભાવસ્થામાં પણ આ પદ્ધતિનો ઉપયોગ થઇ શકે છે.

For more details: visit : https://drtapanshah.in