હિપ રિપ્લેસમેન્ટ ફેઇલ થાય તો શું કરવું?

Dr. Saurin Shah MS
perm_contact_calendar 10 months ago
Public
visibility 549 Views
thumb_up 113 Likes
 
હિપ રિપ્લેસમેન્ટ
હિપ રિપ્લેસમેન્ટ ફેઇલ થાય તો શું કરવું?
hip replacement
hip revision
dislocated hip
broken implant

હિપ રિપ્લેસમેન્ટ કેવી સ્થિતિમા નિષ્ફળ જાય છે અને એવી સ્થિતિમાં રિવિઝન સર્જરી કેવી રીતે થાય છે એના વિશે મહત્વની માહિતી મેળવીએ. 

પ્રાઇમરી ટોટલ હિપ રિપ્લેસમેન્ટ એ મોટાભાગના પેશન્ટ્સમાં ડ્યુરેબલ ઓપરેશન છે. હિપ રિપ્લેસમેન્ટ એ પાર્ટ્સ સાથેનું મિકેનિકલ ડિવાઇસ છે. આ પાર્ટ્સને સામાન્યરીતે બોલ અને સોકેટ ગણાવાય છે. જેને ઓપરેશન પહેલા અને દરમિયાન એસેમ્બલ કરવામાં આવે છે. સર્જરી પછી આ બોલ અને સોકેટ પ્રોસ્થેસિસ હિપમાં મૂવમેન્ટરિસ્ટોર કરે છે.

અન્ય મેડિકલ ડિવાઇસની જેમ ટોટલ હિપ રિપ્લેસમેન્ટના કેસીસમાં પણ જુદા જુદા પ્રકારની મિકેનિકલ કે બાયોલોજિકલ નિષ્ફળતાની શક્યતા રહે છે. આવીનિષ્ફળતાની સ્થિતિમાં હિપ રિપ્લેસમેન્ટનું ફરી ઓપરેશન કરાવવાની જરૂર પડી શકે છે. ટોટલ હિપ રિપ્લેસમેન્ટના રિઓપરેશનને રિવિઝન કહેવામાં આવે છે.

 હિપ રિપ્લેસમેન્ટ કરાવનારા મોટા ભાગના વૃદ્ધ પેશન્ટ્સમાં 15થી 20 વર્ષ સુધી પ્રોસ્થેસિસ જળવાઈ રહે છે અને ક્યારેક આખી જિંદગી. જોકે, કેટલાક પેશન્ટ્સને એક કેએથી વધુ વખત હિપ રિપ્લેસમેન્ટનું રિવિઝન કરાવવું પડે છે, ખાસ કરીને નાની ઉંમરે હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું હોય અને પેશન્ટની ખૂબ એક્ટિવ ફિઝિકલ લાઇફસ્ટાઇલરહી હોય.

વાસ્તવમાં પ્રાયમરી સર્જરી કરાવનારા પેશન્ટ્સ કરતાં રિવિઝન સર્જરી કરાવનારા પેશન્ટ્સના કેસમાં ઓપરેશન પહેલાંની તપાસ વધુ એક્સટેન્સિવ છે. અનેક વખતરિપ્લેસમેન્ટ પાર્ટ્સના ફિક્સેશન અને પોઝિશન વિશે જાણવા તેમજ નિષ્ફળ ઇમ્પ્લાન્ટની આસપાસ બોન લોસ કેટલો થયો છે એ જાણવા સ્પેશિયલ રેડિયોગ્રાફિક (એક્સરે) પ્રોજેક્શન, સીટી સ્કેન કે હિપનું એમઆરઆઈ ઇમેજિંગની કદાચ જરૂર પડે છે.

હિપ રિવિઝન માટેનાં કારણો 

સામાન્ય રીતે હિપ રિવિઝન ઓપરેશન્સ ફ્રીકવન્ટલી થતા નથી. અમેરિકામાં દર 100 હિપ રિપ્લેસમેન્ટમાં અંદાજે 18 રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ થાય છે. રિવિઝન માટેનાંસૌથી સામાન્ય કારણો આ રહ્યા.

હિપ રિપ્લેસમેન્ટનું વારંવાર ડિસલોકેશન
મિકેનિકલ નિષ્ફળતા (ઇમ્પ્લાન્ટ વેર અને ટીઅર લૂઝ થાય કે બ્રેકેજ
ઇન્ફેક્શન
વારંવાર હિપ ડિસલોકેશન

હિપ રિપ્લેસમેન્ટ ઇમ્પ્લાન્ટનું સ્ટ્રક્ચર નેચરલ હિપ (બોલ અને સોકેટ)ને મળતું આવે છે. હિપ રિપ્લેસમેન્ટ સારી રીતે કામ કરે એના માટે જરૂરી છે કે બોલ હંમેશા સોકેટનીઅંદર રહે. એના માટે બે મહત્વના ફેક્ટર્સ છે. બોલ અને સોકેટનું એલાઇન્ટમેન્ટ અને એ કેટલું ફિટ છે. હિપ જોઇન્ટ્સની ફરતે સ્ટ્રોંગ મસલ્સ અને લિગામેન્ટ્સ દ્વારા જનરેટથતા ફોર્સીસ. જુદી જૂદી રીતે હલનચલન થાય એ રીતે હિપ રિપ્લેસમેન્ટ ડિઝાઇન કરવામાં આવે છે. જોકે ટ્રોમા કે ચોક્કસ હિપ પોઝિશન્સથી હિપ બોલ સોકેટમાંથીનીકળી જાય છે. આ.સ્થિતિને ડિસલોકેટેડ હિપ કે હિપ ડિસલોકેશન કહેવાય છે.

ડિસલોકેશન સામાન્ય રીતે ફ્રિકવન્ટલી થતુ નથી, ખાસ કરીને હેલ્ધી વ્યક્તિ કે જે સર્જન દ્વારા કહેવામાં આવેલી કાળજી રાખે. જોકે કેટલાક પેશન્ટ્સને કોમ્પ્લિકેશન થાયછે.

જે પેશન્ટને હિપ ડિસલોકેશન થયું હોય તેને વધારાના ડિસલોકેશન્સ પણ થાય છે. કેમ કે, ડિસલોકેટેડ બોલ હિપની આસપાસ મહત્વના મસલ્સ અને લિગામેન્ટ્સનેનુકસાન પહોંચાડે છે. મલ્ટીપલ ડિસલોકેશનની સ્થિતિ પણ સામાન્ય નથી. જોકે જે પેશન્ટ્સે મલ્ટીપલ હિપ ડિસલોકેશન્સ થયું હોય તેમને ઓર્થોપેડિક સર્જન રિવિઝનસર્જરીની ભલામણ કરી શકે છે.

રિવિઝન સર્જરી નવું ડિસલોકેશન અટકાવવામાં અસરકારક છે. રિવિઝન દરમિયાન એક કે એથી વધુ પાર્ટનું રિઓરિએન્ટેશન અને સંપૂર્ણપણે એક્સચેન્જની જરૂર પડી શકે છે.

મિકેનિકલ ફેલ્યોર


જેને હિપ રિપ્લેસમેન્ટ થયું હોય એ વ્યક્તિ યંગ અને વધુ એક્ટિવ હોય તો સ્વાભાવિક રીતે તેની મુવમેન્ટ વધારે રહે. આવી સ્થિતિમાં હિપ પ્રોસ્થેસિસના સ્મોલ પીસીસ થાય છે. એનો આધાર હિપ રિપ્લેસમેન્ટ કયા પ્રકારનું છે એના પર રહે છે. આ પાર્ટિકલ્સ પ્લાસ્ટિક, સીમેન્ટ, સીરામીક કે મેટલના હોય છે.

લુઝ પડી ગયેલા અથવા ફેઈલ ગયેલા પાર્ટને કાઢી તેની જગ્યાએ નવા પાર્ટસ અથવા રીવીઝન ઇમ્પ્લાન્ટસ બેસાડવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી તથા ઇમ્પ્લાન્ટસના કારણે આ પ્રકારની સર્જરીનો સફળતા આંક ખાસ્સો ઉંચો છે.

હિપ રિપ્લેસમેન્ટને ઇન્ફેક્શન

    સર્જરી પછી ગમે ત્યારે ઇન્ફેક્શન થઇ શકે છે. પહેલા છ અઠવાડિયામાં રિસ્ક વધારે રહે છે. એ સમયગાળા પછી ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી રહે છે. પ્રોસ્થેટિક ઇન્ફેક્શનની સ્થિતિમાં સર્જન ઇન્ફેક્શન માટે જવાબદાર બેક્ટેરિયા કયા ટાઇપના છે એની તપાસ કરશે. એક વખત હિપ રિપ્લેસમેન્ટમાં ઇન્ફેક્શનનું નિદાન થઇ જાય એટલે અનેક ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે.


For more details visit drsaurinshah.com