માનવ હૃદયના કુદરતી વાલ્વ

Dr. Kamlesh Shah MD
perm_contact_calendar 8 months ago
Public
visibility 439 Views
thumb_up 81 Likes
 
માનવ હૃદયના કુદરતી વાલ્વ
heart valves

માનવ હૃદયમાં ચાર વાલ્વસ સામાન્ય રીતે હોય છે. જેની દ્વારા લોહીનો પ્રવાહ હૃદયનાં જે તે ભાગમાં જાય છે. તેની સ્થિતિ એટલે કે ખુલવાની બંધ થવાની બને કર્ણક અને ક્ષેપકના દબાણ ઉપર આધારિત છે. ચાર વાલ્વસ નીચે પ્રમાણે છે.

(1) માઇટ્રલ (Mitral) વાલ્વ (2) ટ્રાક્સપીડ (Tricuspid) વાલ્વ - બને વાલ્વ કર્ણક અને ક્ષેપકની વચ્ચે હોય છે.

(3) એવોરટીક (Aortic) (4) પલમોનરી (Pulmonary) માઇટ્રલ અને એવોરટીક વાલ્વ ડાબા હૃદયમાં અને ટ્રાક્સ્પીડ તથા પલમોનરી જમણા હૃદયમાં હોય છે.

આ ઉપરાંત Coronary sinus તથા inferior venacava ને પણ વાલ્વસ હોય છે.

(1) હૃદયના વાલ્વ કર્ણક અને ક્ષેપકની વચ્ચે અથવા ક્ષેપક તથા હૃદયની લોહીની નળીઓ વચ્ચે હોય છે.

(2) માઇટ્રલ વાલ્વને બે પાંદડા છે જયારે ટ્રાઇક્સસ્પીડ વાલ્વને ત્રણ પાંદડા છે તેની ટોચ ઉપર નાની ગાંઠ જેવું હોય છે. જેથી બંધ થાય ત્યારે વાલ્વ સીલ થઇ જાય છે.

(3) આ વાલ્વ લોહીને કર્ણકમાંથી ક્ષેપકમાં અથવા ક્ષેપકમાંથી લોહીની નસોમાં જવા દે છે જયારે બંધ થાય ત્યારે લોહી પાછું આવી શકતું નથી.

(4) માઇટ્રલ વાલ્વને આગળ ને પાછળ પાંદડા એમ બે ટ્રાઈક્સ્પીડ વાલ્વને આગળ, પાછળ અને સેપ્ટલ પાંદડા એમ ત્રણ હોય છે. પલ્મોનરી વાલ્વને ડાબો અને જમણા પાંદડા   એમ બે, એથોરટીક વાલ્વને ડાબો, જમણો અને પાછળ એમ ત્રણ ત્રણ પાંદડા હોય છે

(5) પાલ્મોનરી વાલ્વ જમણો ક્ષેપક અને પલ્મોનરી ધમની વચ્ચે હોય છે.

(6) એવોરટી વાલ્વ ડાબા ક્ષેપક અને મહા ધમની વચ્ચે હોય છે.

માઇટ્રલ - (Mitral) ટ્રાઈક્સ્પીડ વાલ્વની રચના :- ક્રમ પ્રમાણે

નાની ગાંઠ Cusps પાંદડા Fibrous ring હૃદયનું હાડકું Chordae tendineae - pap - illary muscles ભેગા થઇ Subvalvular apparatus બનાવે છે. જે વાલ્યને ક્ષેપકમાં લપસતું અટકાવે છે. (વાલ્વ બંધ થાય ત્યારે)

હૃદયના વાલ્વનું સંગીત :- AV Valves કર્ણક અને ક્ષેપક વચ્ચેના જયારે બંધ થાય ત્યારે લબ અવાજ આવે અને SL Valves બંધ થાય ત્યારે ડબ અવાજ આવે (ક્ષેપક અને લોહીની નળીઓ વચ્ચેના) પ્રથમને S1 કહેવાય બીજાને S2 કહેવાય.

લોહીનું પરિભ્રમણ વાલ્વ દ્વારા (માઇટ્રલ - ટ્રાઈક્સ્પીડ)

માઇટ્રલ વાલ્વનું નામ Bishop Mitre એક જાતની ટોપી (Hat) ઉપરથી પડ્યું છે - તે હૃદયની ડાબી બાજુ કર્ણક અને ક્ષેપક વચ્ચે હોય છે જે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં લોહીના પ્રવાહને કાબુમાં રાખે છે.

જયારે હૃદય diastole માં હોય ત્યારે માઇટ્રલ વાલ્વ ખુલે જેમ જેમ ડાબા ક્ષેપકમાં લોહી ભરાય ત્યારે ડાબા ક્ષેપકનું પ્રેશર ડાબા કર્ણક. કરતા વધારે હોય. આમ, માઇટ્રલ વાલ્વ ખુલવાથી લોહી ડાબા ક્ષેપકમાં આવે છે. જયારે diastoleપૂરું થવા આવે ત્યારે કર્ણક સંકોચાય જે બાકીનું 30% લોહી વળી પાછું ક્ષેપકમાં ઠાલવે છે. આ પીરીયડ પૂરો થાય ત્યારે વાલ્વસ બધી થાય છે જેથી લોહી ક્ષેપકમાંથી કર્ણકમાં જતું નથી.

આવી જ પ્રક્રિયા જમણી બાજુ ટ્રાઈક્સ્પીડ વાલ્વ જમણા કર્ણક અને ક્ષેપક વચ્ચે થાય છે.

પલ્મોનરી અને એવોટકી વાલ્વ્સ (Pulmonary - Aortic) બને વાલ્વ લોહીની ધમનીઓના મુખ ઉપર હોય છે. આ ધમનીઓમાં લોહી ક્ષેપકમાંથી આવે છે. જેના બંધ થવાથી લોહી પાછું ક્ષેપકમાં આવતું નથી.

લોહીનું પરિભ્રમણ (એઓટરીક અને પલ્મોનરી વાલ્વ દ્વારા)

ડાબા ક્ષેપકનું (Systole) સંકોચન થાય ત્યારે ડાબા ક્ષેપકમાં પ્રેસર વધે - લોહીની ધમનીના (Aorta)

પ્રેશર કરતાં વધારે એવોટીક વાલ્વ ખુલે આથી લોહી ડાબા ક્ષેપકમાંથી લોહીની ધમનીમાં જાય. જયારે ક્ષેપકનું સંકોચન બંધ થાય ત્યારે તેમાં પ્રેશર ઝડપથી ઘટે જેથી એવોટીક વાલ્વ ને બંધ થવાની ફરજ પડે. જમણા ક્ષેપકનું સંકોચન(Systole) થાય ત્યારે પલ્મોનરી વાલ્વ ખુલે આથી લોહી જમણા ક્ષેપકમાંથી લોહીની ધમની (pulmonary) .જાય. જયારે જમણા ક્ષેપકનું સંકોચન બંધ થાય ત્યારે તેમાં ઝડપથી ઘટે જેથી પલ્મોનરી વાલ્વ બંધ થાય. જમણા ક્ષેપકનું પ્રેશર ઓછું હોય છે જેથી વાલ્વ બંધ થાય ત્યારે અવાજ ધીમો આવે.

હૃદયના વાલ્વના બંધ રોગોના નામ :- બે પ્રકારના થાય છે.

(1) વાલ્વ લીક થાય - Regurgitation - જેમાં લોહી ઊંધી દિશામાં જાય છે.દા.ત. Mitral unsufficiency - Tricuspid - Aortic in suff - fpulmonary in suffi

(2) વાલ્વ સાંકડો થાય : Stenosis - લોહી પૂરતા પ્રમાણમાં જે તે જગ્યાએ જાય નહીં (અવરોધ : દા.ત. Mitral stenosis, Tricuspid stenosis, Aortic stenosis, pulmonary stenosis હ્ર્દયના વાલ્વના રોગો વિષે હવે પછી….


To read more articles login : konecthealth.com